ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahashivratri 2022: મહાશિવરાત્રી મેળાને લઈને ભવનાથ તળેટી નાગા સંન્યાસીઓનું આગમન - મહાશિવરાત્રી મેળામાં નાગા સાધુ

મહાશિવરાત્રી મેળાની શુભ(Mahashivratri 2022) શરૂઆત થઈ રહી છે. 24 કલાક પૂર્વે ભવનાથની ગિરિ તળેટી નાગા સંન્યાસીઓની હાજરીથી જીવંત બની રહી છે. દેશમાંથી આવતા શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓમાં પણ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળાને (MahaShivratri Melo 2022)લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Mahashivratri 2022: મહાશિવરાત્રી મેળાને લઈને ભવનાથ તળેટી નાગા સંન્યાસીઓનું આગમન
Mahashivratri 2022: મહાશિવરાત્રી મેળાને લઈને ભવનાથ તળેટી નાગા સંન્યાસીઓનું આગમન

By

Published : Feb 24, 2022, 12:55 PM IST

જૂનાગઢઃઆવતી કાલે મહાશિવરાત્રી મેળાની શુભ (Mahashivratri 2022) શરૂઆત થઈ રહી છે. 24 કલાક પૂર્વે ભવનાથની ગિરિ તળેટી નાગા સંન્યાસીઓની હાજરીથી જીવંત બની રહી છે. કોરોના સંક્રમણને કારણે બે વર્ષ બાદ પૂર્ણ પણે મહાશિવરાત્રીના મેળાનું (MahaShivratri Melo 2022)ભવનાથની ગિરિ તળેટીમાં આયોજન થઈ રહ્યું છે. જેને લઈને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓમાં (Naga monks at the Mahashivaratri fair)પણ ખૂબ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે નાગા સંન્યાસીઓનું આગમન ભવનાથની ગિરિ તળેટીમાં(Bhavnath Taleti) થઈ રહ્યું છે. જેને કારણે ભવનાથની ગિરિ તળેટી નાગા સંન્યાસીઓની હાજરીથી દિવ્યમાન બની રહી છે.

મહાશિવરાત્રી મેળો

આ પણ વાંચોઃMaha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

મેળાનું આયોજન થતાં નાગા સંન્યાસીઓમાં ભારે ઉત્સાહ

કોરોના સંક્રમણને કારણે મહાશિવરાત્રી મેળાનો(Mahashivratri mela) ત્રીજા વર્ષે પૂર્ણ પણે આયોજન થઈ રહ્યું છે. દેશમાંથી આવતા શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓમાં પણ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ETV Bharat સાથેની વાતચીતમાં નાગા સન્યાસી ગોપાલ ગીરી બાપુ એ જણાવ્યું હતું કે મેળાના આયોજનથી નાગા સન્યાસીઓ ભારે સંતુષ્ટ છે. ત્રીજા વર્ષે આયોજિત થઈ રહેલા મહાશિવરાત્રી મેળામાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળાને નાગા સન્યાસીઓ પણ આવકારી રહ્યા છે. આગામી પાંચ દિવસ સુધી અલખને ઓટલે ધૂણી ધખાવીને મહાશિવરાત્રીનું મહા પર્વ ઊજવવાની તૈયારી પણ કરી લીધી છે.
આ પણ વાંચોઃNew Mahant of Datareshwar Ashram: નર્મદાપૂરીજી માતાજી બન્યાં નવા મહંત, સાધુસંતોની ઉપસ્થિતિમાં થઈ ચાદર વિધિ

ABOUT THE AUTHOR

...view details