ગુજરાત

gujarat

ETV Bharat / state

ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો જામી રહી છે ધર્મની સાથે મેળાની સંગત - junagadh news

ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો હવે ધીમે ધીમે તેની અસલી રંગતમાં આવતો જોવા મળી રહ્યો છે. ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન આ મેળો ભાતીગળ પરંપરાઓને પણ ઉજાગર કરી રહ્યો છે.

મહાશિવરાત્રીનો મેળો જામી રહી છે ધર્મની સાથે મેળાની સંગત
મહાશિવરાત્રીનો મેળો જામી રહી છે ધર્મ મહાશિવરાત્રીનો મેળો જામી રહી છે ધર્મની સાથે મેળાની સંગતની સાથે મેળાની સંગત

By

Published : Feb 19, 2020, 4:58 PM IST

ભવનાથની ગિરિ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો હવે ધર્મની સાથે તેના અસલ ભાતીગળ રંગમાં પણ જોવા મળી રહ્યો છે. આ મેળો સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ મેળામાં સૌરાષ્ટ્રની લોક કલાઓ અને સંસ્કૃતિ ઉજાગર થતી જોવા મળી રહી છે. આ મેળાને ભાતીગળ બનાવી રાખવા માટે ખાસ કરીને ગ્રામ્ય સંસ્કૃતિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને ગામડાંમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો મેળામાં પધારીને ધર્મની સાથે ભાતીગળ મેળાની મોજ પણ માણતા હોય છે.

મહાશિવરાત્રીનો મેળો જામી રહી છે ધર્મની સાથે મેળાની સંગત
હવે જ્યારે શિવરાત્રીને 48 કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે આ મેળો ધીમે ધીમે તેના અસલ ભજન ભોજન અને ભક્તિના રંગમાં રંગાતો જોવા મળી રહ્યો છે. આ મેળામાં દૂર દૂરના ગામડાંથી શિવભક્તો પધારે છે અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં ભજન અને ભક્તિનો આસ્વાદ પણ માણે છે. વર્ષો પહેલા આ મેળો ધાર્મિકતાની સાથે ભાતીગળ પણ જોવા મળતો હતો, પરંતુ સમય બદલાતા હવે આ મેળામાં ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરતા હોય તેવા યાત્રિકો ખૂબ જ જૂજ પ્રમાણમાં આવે છે, પરંતુ જે ભાતીગળ યાત્રીકો આ મેળામાં આવે છે. તે આજે પણ અસલ ધાર્મિક અને ભાતીગળ મેળાની મોજ માણતા નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details