મહાશિવરાત્રી મેળામાં હરિદ્વારથી પધાર્યા સંતો જગતગુરુ દત્તાત્રેય પ્રત્યે વ્યક્ત કરી શ્રદ્ધા જૂનાગઢ:ભવનાથનો મેળો શરૂ થવામાં ગણતરીના કલાક બાકી છે ત્યારે દેવભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા ઉત્તરાખંડના સાધુ અને સંતો ભવનાથના મેળામાં જોવા મળે છે. જૂના અખાડા સાથે ધાર્મિક રીતે જોડાયેલા આ સંતો જગતગુરુ દત્તાત્રે પ્રત્યે તેમની શ્રદ્ધા અને ભાવના વ્યક્ત કરવા માટે મહાશિવરાત્રીના મેળામાં સામેલ થાય છે.
Maha Shivratri 2023: મહાશિવરાત્રી મેળામાં હરિદ્વારથી પધાર્યા સંતો જગતગુરુ દત્તાત્રેય પ્રત્યે વ્યક્ત કરી શ્રદ્ધા સન્યાસીઓએ લગાવ્યો અખાડો:દેવભૂમિ તરીકે જાણીતા ઉત્તરાખંડથી ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો અને સન્યાસીઓ ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. ગિરનારની ગિરી તળેટીમાં આયોજિત થતો મહાશિવરાત્રીનો મેળો નાગા સંન્યાસીઓ માટે ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો છે. મેળામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. ઉત્તરાખંડથી પણ ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં સામેલ થયા છે. અલખને ઓટલે ધુણી ધખાવતા જોવા મળે છે.
આ પણ વાંચો Vijaya Ekadashi 2023: ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને મેળવ્યો હતો રાવણ પર વિજય
ઇષ્ટદેવ ગુરુદત્ત પ્રત્યે ધરાવે છે શ્રદ્ધા:મહા શિવરાત્રીના મેળામાં આવેલા ઉત્તરાખંડના સાધુ સંન્યાસીઓ તેમના ઇષ્ટદેવ ગુરુદત્તાત્રે મહારાજ પર ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવે છે. જૂના અખાડા સાથે સંબંધ ધરાવતા ઉત્તરાખંડના સાધુ સંન્યાસીઓ અખાડામાં ઘુણો ધખાવીને બેઠેલા જોવા મળે છે. શિવરાત્રીના મેળામાં જગતગુરુ દત્તાત્રેય સાથે ધાર્મિક રીતે જોડાયેલા નાગા સન્યાસીઓ ગુરુદત્તાત્રેયના ચરણોમાં પોતાની અનન્ય ભાવના વ્યક્ત કરવા માટે પણ પાછલા અનેક વર્ષથી આવી રહ્યા છે. સમગ્ર જગતમાં એકમાત્ર જુનાગઢ ગિરનાર પર્વત પર ગુરુદત્તાત્રે મહારાજને ચરણ પાદુકાનું પૂજન થાય છે. જેથી મહા શિવરાત્રીનો મેળો જુના અખાડાના સંન્યાસીઓ માટે વિશેષ બની રહે છે. અહીં સ્થાપિત ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકાના દર્શન પૂજન અને તેમનુ ધાર્મિક પુણ્યશાળી ફળ પ્રાપ્ત કરવા માટે નાગા સન્યાસીઓ ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન જોવા મળે છે.
આ પણ વાંચો Maha Shivratri 2023: મહાશિવરાત્રીના મેળામાં જોવા મળે છે જંગમ સાધુ, શિવે સ્વયંમ ઉત્પન્ન કર્યાની ધાર્મિક માન્યતા
દેવભૂમિ માટે ભવનાથની ગીરી તળેટીમાં શિવરાત્રીના મેળામાં હાજર રહેવા માટે પ્રત્યેક સન્યાસીને ગુરુદત્ત મહારાજ ખેંચી લાવે છે. અહીં ગુરુદત્તની પૂજા અને તેનો અહેસાસ આજે પણ થઈ રહ્યો છે. જેને કારણે મહા શિવરાત્રીના મેળામાં તેઓ ઉતરાખંડની પાછલા અનેક વર્ષથી જુના અખાડાના સંન્યાસી તરીકે સામેલ થઈ રહ્યા છે. ગુરુદત્ત મહારાજને ની નિશ્રામાં આયોજિત થતી રવેડીમાં સંતો ભાગ લેશે. મૃગીકુંડમાં સ્નાન કરીને મહાશિવરાત્રીના મેળાને ગુરુદત્ત મહારાજના ચરણોમાં પૂર્ણ કરી તેમનુ ધાર્મિક ફળ પ્રાપ્ત કરવા માટે તેઓ ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં આવી રહ્યા છે-- આરાધનાગિરી