મહાશિવરાત્રીના દિવસે દેવાધિદેવ મહાદેવને ચાર પ્રહરની પૂજા અર્પણ જૂનાગઢ:મહાશિવરાત્રીના પાવન પર્વે દેવાધિદેવ મહાદેવની ચાર પ્રહરની પૂજાનું પણ ખૂબ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. સનાતન ધર્મ સાથે જોડાયેલા હિંદુ પંચાંગ મુજબ હિન્દુ વર્ષ દરમિયાન બાર જેટલી શિવરાત્રી આવતી હોય છે. જેને લઈને પણ દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા સનાતન ધર્મ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવી છે.
વર્ષ દરમિયાન 12 શિવરાત્રીનો યોગ વર્ષ દરમિયાન 12 શિવરાત્રીનો યોગ:સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા હિંદુ પંચાંગ મુજબ પ્રત્યેક મહિના દરમિયાન એક શિવરાત્રી આવતી હોય છે. આ દિવસે પણ દેવાધિદેવ મહાદેવની ચાર પ્રહરની પૂજા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આમ વર્ષ દરમિયાન આવતી 12 શિવરાત્રીએ પણ મહાદેવની ચાર પ્રહારની પૂજા કરવામાં આવે તો કોઈ પણ શિવભક્તને ભોળાનાથ મનવાચ્છિત ફળ આપતા હોય છે. જેને કારણે પણ શિવરાત્રીમાં અને ખાસ કરીને મહા શિવરાત્રી જેવા પાવનકારી દિવસો દરમિયાન મહાદેવની ચાર પ્રહરની પૂજાનું ખૂબ ધાર્મિક મહત્વ છે.
આજના દિવસની પૂજાથી ધન ધાન્યની પ્રાપ્તિ પણ થતી હોય છે. મહાશિવરાત્રી સાથે ઋષિ માતંગીની કથા: સતયુગમાં ઋષિ માતંગીને ખૂબ જ પ્રભાવી ઋષિ તરીકે માનવામાં આવતા હતા. આ દરમિયાન ઋષિ માતંગીના આશ્રમ નજીક કોઈ હિંશક પ્રાણીનું રાજવી દ્વારા હત્યા કરાતા તેમના લોહીના છાંટા આશ્રમ સુધી પહોંચતા માતંગીએ રાજવીને વાનરનું રૂપ ધારણ કરવાનો શ્રાપ આપી દીધો હતો. તેથી તે રાજવી વાનર બની ગયા હતા. ત્યારબાદની કથા મુજબ ઋષિ માતંગી જ્યારે શિવ આરાધનામાં મગ્ન હતા આવા સમયે આશ્રમ આસપાસની નદી અને સરોવરમાં અપ્સરા સ્નાન કરી રહી હતી. જેના પાણીના છાંટા ઋષિ માતંગીના શરીર પર પડતા માતંગી ફરી કોપાઈમાન બન્યા હતા અને અપ્સરાને શ્રાપિત કરીને માદા વાનર બનવાનો શ્રાપ આપી દીધો હતો. ત્યારબાદ રાજા નર અને અપ્સરા માદા વાનર તરીકે ઋષિ માતંગીના આશ્રમમાં સતત જોવા મળતા હતા.
આજના દિવસની પૂજાથી ધન ધાન્યની પ્રાપ્તિ પણ થતી હોય છે. આ પણ વાંચો:Maha Shivratri 2023 : પાતાળ લોકમાંથી કૈલાશ પર્વત પર બિરાજતા મહાદેવના ઉત્સવ તરીકે ઉજવાય છે મહાશિવરાત્રી
નર અને માદા વાનરે કરી શિવની તપસ્યા: ઋષિ માતંગીના શ્રાપથી નર વાનર બનેલા રાજવી અને માદા વાનર બનેલી અપ્સરા એકાગ્ર મને મહાદેવની સ્તુતિ અને તેનું ભજન સતત કરી રહ્યા હતા. વાનર દંપતીની કઠોર શિવ આરાધના જોઈને દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા હતા. પ્રથમ પ્રહરમાં મહાદેવની પૂજા કરવાથી તેમને વરદાન આપ્યું હતું કે તેઓ પોતાની ઈચ્છા મુજબ વાનર અનેમનુષ્યનું રૂપ ધારણ કરી શકશે. પરંતુ વાનર દંપતિએ મહાદેવનું આ વરદાન સ્નેહપૂર્વક અસ્વીકાર કરીને ફરી શિવ આરાધનામાં મગ્ન બન્યા હતા. બીજા પ્રહરની આકરી શિવ પૂજા દરમિયાન મહાદેવ ફરી પ્રસન્ન થયા અને વાનર દંપતિને ફરી તેઓ રાજા અને અપ્સરા બનશે તેવું વરદાન આપ્યું હતું. પરંતુ શિવ આરાધનામાં મગ્ન બનેલા વાનર દંપતિએ મહાદેવના આશીર્વાદને ફરી સ્નેહપૂર્વક દૂર રાખ્યા હતા.
આજના દિવસની પૂજાથી ધન ધાન્યની પ્રાપ્તિ પણ થતી હોય છે. શિવ જેવા પુત્રનું અવતરણના આશિર્વાદ: ત્રીજા પ્રહરની ખૂબ જ આકરી તપસ્યા કર્યા બાદ ચોથો પ્રહર શરૂ થતા વાનર દંપતિ શિવ આરાધનામાં ખૂબ જ મશગુલ બની ગયું. દેવાધિદેવ મહાદેવ પર બિલ્વપત્ર અને પવિત્ર જળનો અભિષેક ચાર પ્રહર દરમિયાન સતત કરતા મહાદેવ ફરી એક વખત પ્રસન્ન થાય છે. વાનર દંપતિને વરદાન માગવા માટે આગ્રહ કરે છે. ત્યારે આ વાનર દંપતિએ શિવ જેવા પુત્રનું અવતરણ તેમને ત્યાં થાય તેવા આશીર્વાદ માંગ્યા હતા અને મહાદેવે તેમને આશીર્વાદ આપીને રાજીવીને કેસરી અને અપ્સરાને અંજનીનું નામ આપ્યું અને તેમને ત્યાં સંતાન રૂપે હનુમાનનો જન્મ થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
આજના દિવસે કરેલી પૂજાથી પ્રત્યેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે. આ પણ વાંચો:Mahashivratri 2023: મહાશિવરાત્રી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશમાં પણ ઉજવવામાં આવે છે
મંત્રજાપનો ખૂબ મહત્વ:મહાશિવરાત્રીના પાવન પર્વે મહામૃત્યુંજય મંત્રના જાપને પણ ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. શિવરાત્રીના દિવસે ભસ્મનું ત્રિકુડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરીને દેવાધિદેવ મહાદેવની સ્તુતિ અને આરાધના કરવાથી મનવાચ્છિત ફળ મળતું હોય છે. શિવરાત્રીના દિવસે મહાદેવ પર દૂધ, દહીં, દેશી ઘી, મધ, સાકર, ભસ્મ, ભાંગ અને શેરડીના રસની સાથે ગુલાબજળ તેમજ ચંદનનો લેપ કરીને મહાદેવની પૂજા અને સ્તુતિ કરવામાં આવે તો પ્રત્યેક ભક્તોને મનવાંચ્છિત ફળ આપતું હોય છે.
સંતાન-સુખ પ્રાપ્તિ માટે મહત્વનો દિવસ: મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતી શિવ પૂજા દરેક મનોકામના પૂર્ણ કરતી હોય છે. આજના દિવસે કરેલી પૂજાથી પ્રત્યેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે. વધુમાં શરીર રોગમુક્ત બને છે અને તંદુરસ્તીનું નિર્માણ થાય છે. અકાળે મોતથી છુટકારો અપાવે છે. આજના દિવસની પૂજાથી ધન ધાન્યની પ્રાપ્તિ પણ થતી હોય છે. ગૃહ કલેશનું નિવારણ થાય છે. આજના દિવસને સંતાન સુખ પ્રાપ્તિ માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વધુમાં આજના દિવસે કરેલી શિવભક્તિ અને મહાદેવની પૂજા પ્રત્યેક જીવને મોક્ષ માર્ગે દોરી જતો હોય છે.