જૂનાગઢ:ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીનો મહાપર્વ છે. ત્યારે દામોદર કુંડ પાસે આવેલા મુચકુદ ગુફાના 25 જેટલા મહિલા અને પુરુષ સાધકોએ આજે વિધિવત રીતે સન્યાસ જીવન અંગીકાર કર્યો છે. જેને મુચકુદ ગુફાના મહંત મહેન્દ્રાનંદ મહારાજે તમામને દીક્ષા અપાવી હતી.
25 જેટલા મહિલા અને પુરુષાર્થ સાધકોએ ભવનાથમાં ધારણ કર્યો સન્યાસ સંન્યાસ વિધિ કાર્યક્રમ:મહા શિવરાત્રીનું મહાપર્વ ચાલી રહ્યું છે. ભવનાથની ગીરી તળેટીમાં શિવમય માહોલ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શિવરાત્રીના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 25 જેટલા સાધકોએ દીક્ષા ધારણ કરીને સન્યાસના માર્ગને પસંદ કર્યો હતો. દામોદર કુંડ સમીપ આવેલા મુચકુદ ગુફાના 25 જેટલા મહિલા અને પુરુષ સાધકોએ સન્યાસનો માર્ગ અપનાવીને ધર્મની સાથે સમાજ અને લોક સેવાને અપનાવી હતી. મહા મંડલેશ્વર મહેન્દ્રાનંદ મહારાજે તમામ 25 સાધકોને સંસાર જીવન છોડીને સન્યાસી જીવનમાં દીક્ષા અપાવી હતી.
25 જેટલા મહિલા અને પુરુષાર્થ સાધકોએ ભવનાથમાં ધારણ કર્યો સન્યાસ આ પણ વાંચો Vijaya Ekadashi 2023: ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને મેળવ્યો હતો રાવણ પર વિજય
પ્રથમ વખત સન્યાસ કાર્યક્રમ:સનાતન ધર્મ સંસ્કૃતિમાં સન્યાસ લેવા માટે મહાકુંભના મેળા ને યોગ્ય અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે. ઇતિહાસમાં પ્રથમ વખત મહાકુંભ મેળા ને બાદ કરતા જૂનાગઢમાં આયોજિત શિવરાત્રીના મેળામાં સન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. પાછલા ઘણા સમયથી મુચકુદ ગુફામાં સાધક તરીકે જીવન જીવી રહેલા 25 જેટલા મહિલા અને પુરુષ સાધકોએ આજે સન્યાસનો માર્ગ પસંદ કરીને મહાશિવરાત્રીના મેળામાં વધુ એક વખત ઐતિહાસિક ઘટનામાં સાક્ષી બન્યા છે. આજે સન્યાસ ધારણ કરેલા 25 જેટલા સાધકો હવે સંન્યાસી તરીકેનું જીવન વિતાવશે. જોકે, દીક્ષાનું મહત્ત્વ માત્ર જૈન ધર્મમાં જ નથી. દરેક સંપ્રદાયમાં દીક્ષાનું એક અનોખું અને મોટું મહત્ત્વ છે.
25 જેટલા મહિલા અને પુરુષાર્થ સાધકોએ ભવનાથમાં ધારણ કર્યો સન્યાસ આ પણ વાંચો Maha Shivratri 2023: રેલવે વિભાગે જૂનાગઢ જતી ટ્રેનની સંખ્યા વધારી, જાણો ટાઈમટેબલ
25 જેટલા સાધકો આજે સંસાર છોડીને સન્યાસ ગ્રહણ કરી રહ્યા છે. તેઓ આજથી સન્યાસી તરીકેનું જીવન જીવશે તેઓ ધર્મસેવાની સાથે લોકસેવા અને ધર્મનું રક્ષણ થાય તે માટે સન્યાસ લીધો છે. જેને લઇને હવે તેઓ સનાતન ધર્મ સંસ્કૃતિની રક્ષા અને તેનો ફેલાવો થાય તે માટે આજે સન્યાસ લીધેલા સત્તર પુરુષ અને આઠ મહિલા સન્યાસીઓ કામ કરતા જોવા મળશે--મહેન્દ્રાનંદ મહારાજ (મુચકુદ ગુફા મહંત)