માઘ મહિનામાં પવિત્ર સ્નાન મહત્વપૂર્ણ જૂનાગઢ: ધર્મ સંસ્કૃતિના દરેક તહેવારો અને ઉત્સવોને અલગ અલગ સમયે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જે રીતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા દર્શન અને અભિષેકનું મહત્વ ધર્મ ગ્રંથોમાં આલેખવામાં આપ્યું છે. તે મુજબ માઘ મહિનાનું મહત્વ પણ ખૂબ જ આંકવામાં આવ્યુ છે.
જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓએ માઘ પૂર્ણિમાના અવસરે દામોદર કુંડમાં ડૂબકી લગાવી દામોદર કુંડમાં લગાવી ડૂબકી:આજે માઘ પૂર્ણિમાના પાવન અવસરે જૂનાગઢ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓએ પવિત્ર દામોદર કુંડમાં ડૂબકી લગાવીને માઘ પુર્ણિમાની ધાર્મિક આસ્થા અને પવિત્ર સ્નાન સાથે પૂર્ણાહુતિ કરી હતી. સમગ્ર માઘ મહિના દરમિયાન પવિત્ર નદી, સમુદ્ર, સરોવર, ઘાટ, તળાવ, કુવો કે ચંદ્રના અજવાળે રાખેલા માટીના મટકામાં ભરેલા પાણીથી સ્નાન કરવાને લઈને ખૂબ જ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Magh Purnima 2023: માઘ પૂર્ણિમાના દિવસે અવશ્ય કરો આ 5 કામ
માઘ સ્નાનનો મહિમા:સમગ્ર માઘ મહિના દરમિયાન કરવામાં આવતા સ્નાનને પણ અતિ પુણ્યશાળી ફળ આપનાર માનવામાં આવે છે. સમુદ્રમાં એક દિવસ સ્નાન કરવાથી સમગ્ર મહિના દરમિયાન સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે પવિત્ર નદી અને સરોવરમાં સ્નાન કરવાથી માઘ મહિનાના 15 દિવસ સુધી સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતુ હોવાનો ઉલ્લેખ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. તે મુજબ આજે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર માઘ પૂર્ણિમાના પાવન અવસરે માઘ સ્નાન પૂર્ણ કર્યુ હતું.
માઘ પૂર્ણિમામાં સ્નાનનો શું છે વિશેષ મહિમા, જાણો... આ પણ વાંચો:Kundli Matching: લગ્ન માટે હવે કુંડલી મેળાપની જરૂર નથી, જાણો શું કહે છે એક્સપર્ટ
સ્નાનથી પ્રાપ્ત થાય છે તંદુરસ્તી અને આયુષ્ય: જ્ઞાનબાગ ગુરુકુળના પ્રેમ વત્સલ સ્વામીએ સ્નાનના મહત્વ વિશે જણાવતાં કહ્યું હતું કે સમગ્ર માઘ મહિના દરમિયાન સ્નાન કરવાથી પ્રત્યેક ધાર્મિક આસથા ધરાવતા વ્યક્તિને ખૂબ સારી તંદુરસ્તી મળતું હોવાનું આરોગ્ય સાથે જોડાયેલું વિજ્ઞાન પણ માની રહ્યું છે. કડકડતી ઠંડીમાં ચંદ્રના અજવાળે શીતળ થયેલા જળથી સ્નાન કરનાર પ્રત્યેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. જેને કારણે માધ સ્નાન કરેલો વ્યક્તિ તંદુરસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બને છે. વધુમાં શીતળ જળથી સ્નાન કરવાથી શરીરની આંતરિક શક્તિમાં પણ વધારો થાય છે. જે કોઈ પણ રોગ સામે લડવા માટે આંતરિક શક્તિ પૂરી પાડે છે.