ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh news: એગ્રીકલ્ચર યુનિવર્સિટીના દુધાળા પશુઓની ખંજવાળ દૂર કરવા મશીનો લગાવાયા - Agricultural University of junagadh

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના દુધાળા પશુઓને આવતી ખંજવાળને દૂર કરવા હવે મશીનનો ઉપયોગ થશે. યુનિવર્સિટીના પશુ ઉછેર કેન્દ્રમાં બનાવવામાં આવેલી ગમાણોમાં આ પ્રકારના મશીનો લગાવવામાં આવ્યા છે. અગાઉ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુ પ્રાકૃતિક અને કુદરતી ખંજવાળ માટે દિવાલ કે અન્ય સ્થૂળ જગ્યા પર તેમની ચામડીને ઘસીને ખંજવાળ દૂર કરતા હતા.

junagadh grooming machine cattel farm
junagadh grooming machine cattel farm

By

Published : Feb 7, 2023, 12:05 PM IST

એગ્રીકલ્ચર યુનિવર્સિટીના દુધાળા પશુઓની ખંજવાળ દૂર કરવા મશીનો લગાવાયા

જૂનાગઢ:જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના પશુ ઉછેર કેન્દ્રમાં દુધાળા પશુઓની ખંજવાળ બાદ તેને થતી શારીરિક ઈજાઓને ધ્યાને રાખીને ખાસ વિદેશથી પશુઓની ખંજવાળમાં ઉપયોગી બનતું ગ્રુમિંગ મશીન ગાય અને ભેસોની ગમાણોમાં લગાવવામાં આવ્યું છે. આ મશીનની મદદથી દુધાળા પશુ ગાય અને ભેંસ તેમને આવતી કુદરતી અને પ્રાકૃતિક ખંજવાળને દૂર કરી શકશે. આ મશીનનો ફાયદો એ છે કે તેનાથી પશુને કોઈ પણ પ્રકારની ઈજા કે હાની થતી જોવા મળતી નથી.

વિદેશથી આયાત કરાયું ગ્રૂમિંગ મશીન

વિદેશથી આયાત કરાયું ગ્રૂમિંગ મશીન:જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પશુ ઉછેર કેન્દ્ર દ્વારા ગ્રુમિંગ મશીન યુરોપના દેશોમાંથી મંગાવવામાં આવ્યું છે. આ મશીન સ્વિડન અને જર્મની જેવા દેશોમાં પશુપાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકો અને અન્ય જગ્યા પર તેનો બોહળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પ્રથમ વખત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ગમાણોમાં આ મશીન લગાવવામાં આવ્યું છે. જેની બજાર કિંમત બે લાખ રૂપિયાની આસપાસ થાય છે. આ મશીન વિદ્યુત પ્રવાહથી સંચાલિત કરવામાં આવે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પ્રાણીઓને વીજ શોક લાગવાની કોઈ પણ પ્રકારની શક્યતાઓ ઊભી થતી નથી.

આ પણ વાંચોStrawberry Cultivation: ઈડરના નવા રેવાસના ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો

ઓટોમેટીક ધોરણે કામ કરે છે ગ્રૂમિંગ મશીન:વિદ્યુત પ્રવાહથી સંચાલિત ગ્રુમિંગ મશીન ઓટોમેટીક રીતે કામ કરી શકે છે. કોઈ પણ ગાય કે ભેંસને પ્રાકૃતિક ખંજવાળના સમયે દુધાળા પશુ મશીનને જે રીતે અડકે ત્યારે આ મશીન ઓટોમેટિક શરૂ થાય છે. જે જગ્યા પર પશુઓને ખંજવાળ આવે છે ત્યાં ચામડીનો ભાગ સ્પર્શતા જ આ મશીન તેનું કામ કરતું શરૂ થઈ જાય છે. પશુની ચામડી આ મશીનરી દૂર થાય છે ત્યારે ઓટોમેટીક રીતે આ મશીન કામ કરતુ બંધ થઈ જાય છે.

આ પણ વાંચોLife Saving Window નામની કૃતિએ રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યું સ્થાન, આગ જેવી ઘટનામાં માનવ રક્ષણનું બનાવ્યું મોડલ

પશુપાલકો માટે પણ મશીન આવકારદાયક:ગુજરાતના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકો કે જે ગાય અને ભેંસ જેવા દુધાળા પશુ રાખીને સ્વરોજગારીનું નિર્માણ કરે છે તેવા તમામ પશુપાલકો માટે આ મશીન ખૂબ જ આશીર્વાદરૂપ બની શકે છે. ખંજવાળ આવવાની સ્થિતિમાં દુધાળુ પશુ દિવાલ કે અન્ય સ્થુળ જગ્યા પર ખંજવાળ ને જાણે કે અજાણે ચામડીને નુકસાન કે ઈજા પહોંચાડી દેતા હોય છે. જેની પાછળ સારવારનો ખર્ચ અને પશુને થતી પીડા આ મશીન કાયમી ધોરણે દૂર કરી શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details