શ્રીનાથજી માર્કેટ તથા મયુર માર્કેટમાં આવેલા અતીક ગારમેન્ટ તથા ગુરૂકૃપા ટ્રેડીંગ ભાગ્યોદય કોમ્પ્યુટર અને મયુર માર્કેટમાં આવેલી દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરતાં એક રાત્રિમાં ચાર દુકાનોના તાળા તૂટવાના બનાવ સામે આવ્યા છે.
કેશોદમાં તસ્કરોનો તરખાટ, એક રાતમાં 3 દુકાનોના તાળા તૂટ્યા - JND
જુનાગઢઃ કેશોદમાં શ્રીનાથજી માર્કેટ તથા મયુર માર્કેટમાં તસ્કરોએ બે દુકાનમાંથી આશરે 77,000 રૂ.ની ચોરી કરી છે.
કેશોદમાં તસ્કરોનો તરખાટ
કેશોદ શહેર તસ્કરો માટેનું એપી સેન્ટર હોય તેમ અહીં સૌથી વધુ ચોરીના બનાવો બને છે. ત્યારે ફરી તસ્કરોએ બે દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી છે. ગુરૂકૃપામાંથી 7000 રૂ. તથા લલીત સિંધીની દુકાનમાંથી 70,000 રુ. ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વધુમાં પોલીસે વેપારીઓની અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.