ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા માટે ક્રાઈમની દ્રષ્ટિએ 2022નું વર્ષ ખૂબ ચિંતાજનક - ક્રાઈમની દ્રષ્ટિએ 2022નું વર્ષ

2022નું વર્ષ (Look Back 2022 )ગુનાખોરીને લઈને જૂનાગઢમાં પણ ચિંતાજનક (Year Ender 2022 Crime )બની રહ્યું છે. ડ્રગ્ઝ વેચાણ, હત્યાઓ, રોજગારી અપાવવાના ઝાંસામાં મહિલાઓનું શોષણ અને અનેક સાઇબર ક્રાઇમ ઘટનાઓ ( Junagadh Cyber Crime )જૂનાગઢ શહેર અને જિલ્લામાં વર્ષ દરમિયાન (Junagadh Crime News ) સામે આવી છે.

જૂનાગઢ જિલ્લા માટે ક્રાઈમની દ્રષ્ટિએ 2022નું વર્ષ ખૂબ ચિંતાજનક
જૂનાગઢ જિલ્લા માટે ક્રાઈમની દ્રષ્ટિએ 2022નું વર્ષ ખૂબ ચિંતાજનક

By

Published : Dec 24, 2022, 3:18 PM IST

જૂનાગઢ 2022ની 31મી ડિસેમ્બર અને શનિવારના દિવસે વિદાય (Look Back 2022 ) થઈ રહી છે. ગુનાખોરીને લઈને જૂનાગઢમાં પણ ચિંતાજનક રીતે ગુનાખોરીને (Junagadh Crime News ) અંજામ અપાઈ રહ્યો છે. એમડી ડ્રગ્સ અને ચરસ જેવા માદક પદાર્થો પ્રેમીને પામવા માટે પતિની હત્યા કરવા પોટેશિયમ સાઈનાઈટનો ઉપયોગ રોજગારી અપાવવા માટે મહિલાઓનું શોષણ અને સાઇબર ક્રાઇમ દ્વારા અનેક લોકોને કરોડોનો ચૂનો ચોપડયાની ઘટના ( Junagadh Cyber Crime ) જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાછલા વર્ષ દરમિયાન (Year Ender 2022 Crime ) સામે આવી છે.

આ પણ વાંચો જૂનાગઢના વેપારીનું વોટ્સએપ હેક કરી વેપારીના નામે અનેક લોકોને હપ્તા ચૂકવણીના મેસેજ કર્યા

પાછલા વર્ષ દરમિયાન ડ્રગ્સની ચિંતાજનક એન્ટ્રી વર્ષ 2022 દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં એમડી ડ્રગ્સ અને ચરસની તસ્કરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પાંચ કરતાં વધુ ઘટના સામે આવે છે જેમાં આરોપીઓ એમડી ડ્રગ્સ સાથે (Junagadh Crime News )ઝડપાયા છે. તો બીજી તરફ માંગરોળ અને આદરીના દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ રીતે કરોડો રૂપિયાનું ચરસ દરિયામાં તરતું પોલીસને મળી આવ્યું હતું. એમ ડી ડ્રગ્સ અને ચરસ પકડાવવાની ઘટના જૂનાગઢ જિલ્લા માટે ખૂબ ચિંતાજનક મનાઈ છે. પહેલા દેશી અને પરપ્રાંતીય દારૂના અનેક કેસો થતા હતા પરંતુ હવે ડ્રગ્સ જેવો માદક પદાર્થ પણ ઘુસાડવામાં (Year Ender 2022 Crime )આવી રહ્યો છે.

આ પણ વાંચો બે વ્યક્તિના અકુદરતી મોતનો ખુલાસો, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢ્યું

પ્રેમીને પામવા પતિની હત્યા માટે સાઈનાઈડનો ઉપયોગથોડા દિવસ પૂર્વે બે વ્યક્તિની ઈરાદાપૂર્વક હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં રહેતી એક લઘુમતી પરણીતાએ પોતાના પ્રેમીને પામવા માટે પતિનૂું કુદરતી મોત જેવું ઉપસી આવે તેને લઈને લઘુમતી પરણિતાએ પોતાના પ્રેમી સાથે મળીને પોટેશિયમ સાઈનાઈડ જેવા ઝેરથી પતિને મોતને ઘાટ ઉતારી (Junagadh Crime News )દીધો હતો. આ પ્રકારે મોતને ઘાટ ઉતારવાની ઘટના જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત નોંધાવા પામી હતી. હાલ તમામ આરોપીઓ પોલીસ પકડમાં છે પરંતુ પ્રેમીને પામવા માટે ઇરાદાપૂર્વક સાઈનાઈડ જેવું અતિ તીવ્ર ઝેરનો ઉપયોગ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત (Year Ender 2022 Crime )થયો હતો.

જૂનાગઢનો ધરારનગર વિસ્તાર વધુ એક વખત થયો રક્તરંજીતજૂનાગઢનો ધરારનગર વિસ્તાર અનુસૂચિત જાતિની બોલબાલાવાળો વિસ્તાર છે. અહીંથી ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા છે. પરંતુ આ વિસ્તાર અતિ સંવેદનશીલ અને રક્ત રણજીત બનેલો જોવા મળે છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા ભાજપના મહિલા નગરસેવકના પતિએ કરી હતી તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં વધુ એક વખત ભાજપના કોર્પોરેટરનો પુત્ર હત્યામાં સંડોવાયેલો જોવા મળે છે. આ વખતે ભાજપના કોર્પોરેટરના પુત્રએ તેના મિત્રની નિર્મમ હત્યા નવરાત્રીના દિવસો દરમિયાન (Junagadh Crime News )કરી નાખી હતી.

માણાવદર નજીક કૂતરાએ બે વર્ષના બાળકનો શિકાર કર્યો માણાવદર નજીક મજૂરી કામ માટે આવેલા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારના બે વર્ષના પુત્રનો શિકાર રખડતા કૂતરાએ કરી નાખતાભારે અરેરાટી(Junagadh Crime News ) મચી જવા પામી હતી. ગીર વિસ્તારમાં સિંહ કે દીપડા દ્વારા અનેક વખત માનવ જીવનના શિકાર કર્યાની ઘટના સામે આવી હતી પરંતુ શહેરમાં રખડતા કૂતરા દ્વારા જે રીતે બે વર્ષના બાળકનો શિકાર (Year Ender 2022 Crime )કરવામાં આવ્યો છે તે ઘટનાને લઈને ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો.

સાયબર માફિયાઓએ લગાવ્યો કરોડોનો ચૂનોટેકનોલોજીના આધુનિક સમયમાં સાયબર માફિયાઓ ( Junagadh Cyber Crime ) પણ લોકોને ચૂનો લગાડવાનું ચાલુ રાખ્યું છે. પાછલે એક વર્ષ દરમિયાન જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ કચેરીમાં ઓનલાઇન નાણાકીય છેતરપિંડીની અનેક ફરિયાદો આવી છે. જેમાં પોલીસને કેટલાક કિસ્સામાં ગુમાવેલા નાણાં પરત અપાવવામાં સફળતા મળી છે. પરંતુ આજે પણ અનેક કિસ્સાઓમાં લોકોએ પોતાની મરણ મૂડી ગુમાવવાનો સમય જોવો પડ્યો છે. બે દિવસ પૂર્વે ઓનલાઇન ફૂટબોલની ગેમ રમતા યુવાને બે લાખ રૂપિયા ગુમાવવાની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં (Year Ender 2022 Crime ) નોંધાઇ છે.

ABOUT THE AUTHOR

...view details