જૂનાગઢઃ શહેરમાં તમાકુની ખરીદી ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. જે પ્રકારે ગઈકાલે સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં તમાકુનું વેચાણ કરતા એકમોને બંધ કરવાની નોટિસ આપવામાં આવતા આજથી જે તે વિસ્તારમાં તમાકુનું વેચાણ બંધ જોવા મળી રહ્યું છે. જેની વિપરીત અસરો હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. આજે જૂનાગઢમાં તમાકુની ખરીદી કરવા માટે લોકોએ લાંબી લાઇનો લગાવી હતી.
જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વેચાણ, એકમોની બહાર ફરી લાંબી કતારો જોવા મળી - જૂનાગઢ
જૂનાગઢમાં તમાકુની ખરીદી માટે ફરી એક વખત લાંબી લાઈનો લાગી હતી. ગઈ કાલે જે પ્રકારે સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં તમાકુ વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવતાં આજે જૂનાગઢમાં તમાકુની દુકાન બહાર તમાકુની ખરીદી માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી.
![જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વેચાણ, એકમોની બહાર ફરી લાંબી કતારો જોવા મળી જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વેચાણ કરતાં એકમોની બહાર ફરી લાંબી કતારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7888223-thumbnail-3x2-tamaku-7200745.jpg)
લોકડાઉન દરમિયાન તમાકુ શોધી મળતી ન હતી, તેવા સમયમાં કેટલાક લોકો દ્વારા તમાકુના કાળા બજાર પણ કરવામાં આવી રહ્યાં હતાં. તેવી અનેક ફરિયાદો જોવા મળી હતી. ગઈકાલે જૂનાગઢ શહેરમાં એક સાથે 24 જેટલા કોરોના સંક્રમિત કેસો બહાર આવતાં તમાકુના વ્યસનીઓ અને તમાકુનું છૂટક વેચાણ કરતા લોકોએ બજારમાં ફેલાઈ રહેલી અફવાઓને કારણે ફરીથી તમાકુની ખરીદી કરવા માટે જૂનાગઢમાં લાંબી લાઇનો લગાવી રહ્યાં છે.
વેપારીઓએ તેમની દુકાન બહાર અફવાઓથી દૂર રહેવું એવી સૂચનાઓ પણ લગાવી દીધી છે, તેમ છતાં લોકો તમાકુની ખરીદી માટે પડાપડી કરીને લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યાં છે.