ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના સમયનો સદુપયોગ કરી રહ્યા છે જુનાગઢવાસી, પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર - પક્ષીઓ

જૂનાગઢના લોકો લોકડાઉનનો સદુપયોગ કરી રહ્યા છે. શહેરના કેટલાક સજ્જનો પક્ષીઓ, ખિસકોલી તેમજ અન્ય નાના-નાના જીવો માટે ઘરના ઘરની વ્યવસ્થા કરી રહ્યા છે.

જુનાગઢવાસી પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર
જુનાગઢવાસી પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર

By

Published : Apr 30, 2020, 4:12 PM IST

જૂનાગઢઃ હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ સમયનો સદુપયોગ કેમ કરી શકાય તેને લઈને જૂનાગઢના કેટલાક સજ્જનો બહાર આવ્યા છે અને તેમના દ્વારા પક્ષીઓ ખિસકોલી અને નાના-નાના જીવો માટે ઘરનું ઘર બનાવીને લોકડાઉનના સમયનો સદુપયોગ કરી રહ્યા છે અને સાથે સાથે લોકોને પણ આવા સમાજ અને પ્રકૃતિ લક્ષી કામો કરવાની પ્રેરણા પણ આપી રહ્યાં છે.

જુનાગઢવાસી પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર
હાલ લોકડાઉનનો બીજો તબક્કો તેના અંતિમ ચરણ સુધી પહોંચવાની તૈયારીમાં છે, ત્યારે પાછલા 36 દિવસથી લોકો લોકડાઉનમાં તેમના ઘરમાં રહીને ઘરકામની સાથે અનેક કામો કરવા માટે પારંગતતા મેળવી લીધી હશે. જે પૈકીના કેટલાક સજ્જનો આજે પણ લોકડાઉનનો સદુપયોગ કરીને પક્ષીઓ ખિસકોલી અને નાના-નાના અન્ય જીવો માટે પોતાનું કહી શકાય તેવું ઘરનું ઘર બનાવીને પ્રકૃતિની સાથે પશુ પક્ષીઓની પણ ખૂબ જ સેવા કરી રહ્યા છે અને એમ કહીએ કે આ લોકડાઉનનો સદુપયોગ પણ આ લોકો કરી રહ્યા છે.
જુનાગઢવાસી પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર
છેલ્લા 36 દિવસથી જૂનાગઢના રણછોડ નગરમાં રહેતા ઉદ્યોગકારો અને સરકારી કર્મચારીઓ લોકડાઉનનો સદુપયોગ કેમ થાય તેને લઈને સૌ કોઈને એક નવો રાહ ચિંધે છે. આ સજ્જનો ફળ અને ફ્રુટની લાકડાની પેટ્ટીઓ લાવીને તેમાંથી યોગ્ય સાઈઝના પક્ષીઓ અને ખિસકોલી માટે અનુકૂળતા રહે તે પ્રકારના માળા બનાવવાનું કામ કરી રહ્યા હતા. છેલ્લા 20 દિવસથી રણછોડ નગરના સજ્જનો આ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં આસપાસના વિસ્તારોમાં તેમજ સોસાયટીમાં આવેલા વૃક્ષો પર પક્ષીઓ ખિસકોલી અને અન્ય નાના જીવોને માળા બનાવવા માટે અનુકૂળતા પડે તે પ્રકારે લાકડાના માળા બનાવીને પક્ષી ખિસકોલી અને અન્ય જીવોની ઉપયોગી થાય તે પ્રકારની પ્રકૃતિની સાથે જીવોની સેવા પણ કરીને ડાઉનના સમયનો સદુપયોગ કેમ થાય તેનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details