જૂનાગઢ: પોલીસને આજે સૌથી મહત્વપૂર્ણ સફળતા મળી છે. પૂર્વ બાતમીના આધારે ભેસાણ નજીક શંકાસ્પદ દૂધના ટેન્કર માંથી અંદાજે 30 લાખ કરતાં વધુના પર પ્રાંતીય દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ગુજરાતનું પાસીંગ ધરાવતું દૂધનું ટેન્કર જેનો નંબર જીજે 02 ઝેડ 9116 નંબર નું આ ટેન્કર ભેસાણ નજીકથી પસાર થયું હતું. પોલીસના અનેક પ્રયત્નો છતાં ચાલકે ટેન્કરને હંકારી મૂક્યુ હતુ. પરંતુ પોલીસે નાટકીય ઢબે તેને દેવકી ગાલોલ નજીકથી પકડી પાડ્યું હતું.
ટેન્કરમાં બનાવ્યું ચોર ખાનું:રાજસ્થાનના બુટલેગર રૂગનાથ બિશનોઈ દ્વારા પંજાબ માંથી દારૂ લઈને ગુજરાત પાર્સિંગના દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવીને તેમાં 451 પેટી જેમાં 5412 બોટલો જેની કિંમત 23 લાખ 79 હજાર 600 થવા જાય છે. તે છુપાવવામાં આવી હતી. આ ટ્રક પંજાબ ના સરદારજીએ ટેન્કરના ચાલક અજયરામ દેવાસી ને પંજાબના લુધિયાણા થી આપી હતી. ત્યારબાદ ડ્રાઇવર રાજસ્થાન બુટલેગર રુગનાથ બિશનોઈ સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને તેમના દ્વારા અપાતી સુચના મુજબ તે પંજાબના લુધિયાણા થી લઈને જૂનાગઢના ભેસાણ નજીક પહોંચી ગયો હતો. પરંતુ અહીં દારૂના કારસ્તાન નો જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
"રાજસ્થાનના બુટલેગર રૂગનાથ બિશનોઈ દ્વારા પંજાબમાંથી દારૂ લઈને ગુજરાત પાર્સિંગના દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવીને તેમાં 451 પેટી જેમાં 5412 બોટલો જેની કિંમત 23 લાખ 79 હજાર 600 થવા જાય છે. આ ટ્રક પંજાબના સરદારજીએ ટેન્કરના ચાલક અજયરામ દેવાસીને પંજાબના લુધિયાણાથી આપી હતી ત્યારબાદ ડ્રાઇવર રાજસ્થાનના બુટલેગર રુગનાથ બિશનોઈ સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને તેમના દ્વારા અપાતી સૂચના મુજબ તે પંજાબના લુધિયાણાથી લઈને જૂનાગઢના ભેસાણ નજીક પહોંચી ગયો હતો. જ્યાં અમારી ટીમ પહોંચી અને સમગ્ર મામલો પર્દાફાશ કર્યો હતો" -જેજે પટેલ, (પીઆઇ લોકલ ક્રાઇમ બ્રાન્ચ)
ગુજરાતમાં દારૂનો સપ્લાયર: રાજસ્થાન બુટલેગર રુગનાથ બિશનોઈ રાજકોટના ઉપલેટામાં દારૂની ડીલીવરી આપી રહ્યો હતો. જે શંકાના દાયરામાં જોવા મળે છે. હાલ પોલીસ પકડમાં ટ્રકનો ડ્રાઈવર અજયરામ દેવાસી જોવા મળે છે. મુખ્ય બુટલેગર રુગનાથ બિશનોઈ અને લુધિયાણા થી દારૂની ટ્રક ભરીને ડ્રાઇવરને આપનાર સરદારજી પોલીસ પકડથી દૂર છે. આ બંનેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૌથી શંકાસ્પદ અને ચોકાવનારી વાત એ છે કે રાજસ્થાનનો બુટલેગર પંજાબ થી દારૂની ડિલિવરી લઈને ઉપલેટા ઉતારવાનો હતો. ઉપલેટામાં આ દારૂ કોણે મંગાવ્યો હતો? કોને ત્યાં ઉતારવાનો હતો અને આંતર રાજ્ય દારૂની સપ્લાયના કારસ્તાનમાં ઉપલેટાના કેટલા બુટલેગર સંકળાયેલા છે. તેને લઈને પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પરંતુ આજે જે રીતે આંતર રાજ્ય દારૂ સપ્લાય કરવાના કારસ્તાન ને ખુલ્લું પડ્યું છે. તે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
- Junagadh News : જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા
- Junagadh Building Collapse : શું જુનાગઢ મનપા પાસે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર નથી ?