ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂની દુકાન ખુલ્લી અને મંદિરો બંધ, મહામંડલેશ્વરે આ વ્યવસ્થા સામે વ્યક્ત કર્યો આક્રોશ... - મહામંડલેશ્વર

બંધ મંદિર અને ખુલ્લી મદિરાની દુકાનોને લઇને જૂનાગઢના મહામંડલેશ્વર ભારતીબાપુ દ્વારા આવી વ્યવસ્થા સામે આક્રોશ ઠાલવ્યો હતો. મંદિરો ભક્તોની ઈશશ્રદ્ધાની શિસ્તતાના પ્રતીક છે જ્યારે દારૂની દુકાનો મનુષ્યના વ્યભિચારવ્યસનની... ત્યારે લૉકડાઉનમાં ભીડ ટાળવા દારીની દુકાનો ખુલ્લી રાખવાની છૂટની વાત ભારતીય સંસ્કૃતિમાં અણજુગતી હોવાનું જણાવાયું હતું.

દારૂની દુકાન ખુલ્લી અને મંદિરો બંધ, મહામંડલેશ્વરે આવી વ્યવસ્થા સામે વ્યક્ત કર્યો આક્રોશ
દારૂની દુકાન ખુલ્લી અને મંદિરો બંધ, મહામંડલેશ્વરે આવી વ્યવસ્થા સામે વ્યક્ત કર્યો આક્રોશ

By

Published : May 6, 2020, 6:54 PM IST

જૂનાગઢઃ લોકડાઉનમાં છેલ્લા ૪૦ કરતાં વધુ દિવસથી મંદિરો બંધ જોવા મળી રહ્યાં છે. ત્યારે છેલ્લાં 48 કલાકથી મદિરાની દુકાનો ખુલી ગઈ છે. જો કે ગુજરાતમાં દારૂબંધીને લઇને ખુલ્લાં બજારમાં દારૂ મળતો નથી પણ દારૂના વ્યસનીઓ યેનકેનપ્રકારેણ દારૂ મેળવી લેતાં હોય છે. જ્યારે જે રાજ્યોમાં છૂટ છે ત્યાં પાછલાં બે દિવસમાં સર્જાયેલાં દ્રશ્યો નિહાળીને ખૂબ જ ચિંતાજનક આકલન સામે આવી રહ્યું છે. દારૂની દુકાનો ખોલવાને લઇને જૂનાગઢના સાધુસમાજ અને મહામંડલેશ્વર ભારતી બાપુએ સમગ્ર વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપી વ્યવસ્થાઓ માત્રને માત્ર જે તે રાજ્ય સરકારો પોતાની તિજોરી છલકાવવા માટે કરી રહી છે.

દારૂની દુકાન ખુલ્લી અને મંદિરો બંધ, મહામંડલેશ્વરે આવી વ્યવસ્થા સામે વ્યક્ત કર્યો આક્રોશ

હજુ પણ લોકડાઉન ખોલવાને થોડાં દિવસો બાકી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકથી સમગ્ર દેશમાં જ્યાં દારૂ વેચવાની છૂટ છે તેવા રાજ્યોમાં શરાબની દુકાનો ધડાધડ ખુલી ગયેલી જોવા મળી હતી અને તેની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં શરાબી લોકો લાઈન લગાવીને દારૂની ખરીદી કરતા જોવા મળતાં હતાં. એક તરફ લોકડાઉનના પાલન માટે દેશના તમામ ધાર્મિક સંસ્થાનો બંધ છે પરંતુ છેલ્લા ૨૪ કલાકથી જે પ્રકારે દેશમાં દારૂની દુકાનો ખુલતી જોવા મળી રહી છે તેને લઈને મહામંડલેશ્વર ભારતી બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દારૂની દુકાનો પર અનિયંત્રિત ભીડથી કોરોના વિસ્ફોટની જેમ ફેલાવાનો ખુલ્લી આંખે જોઇ શકાય એવો ભય છે. તો આ પ્રકારની જીવનશૈલીને ભારતીબાપુએ ભારતીય સંસ્કૃતિના અપમાન સમાન ગણાવી આવી વ્યવસ્થાને નકારી હતી.

હાલ લોકડાઉન છે. ત્યારે લોકોએ ઘરમાં બંધ રહેવાનું છે ત્યારે દારૂ ખરીદીને પોતાના પરિવાર કે બાળકો સહિત અન્ય સભ્યોની હાજરીમાં કોઈ વ્યક્તિ મદિરાપાન કરે તો ભારતની સમાજ વ્યવસ્થાનું ચોક્કસપણે નૈતિક પતન કહેવાય. આવી વ્યવસ્થા શા માટે શરૂ કરવામાં આવી છે. ભારતીબાપુએ જણાવ્યું હતું કે આપણા પ્રાચીન ગ્રંથોમાં કળિયુગનો ઉલ્લેખ થયેલો છે બની શકે કે આજ કળિયુગના દ્રશ્યો આજે આપણી નજર સામે તરવરી રહ્યાં છે. આવી વ્યવસ્થાને બાપુએ હિન્દુ સનાતન ધર્મ, ભારતીય પ્રાચીન વ્યવસ્થા વિરુદ્ધ ગણાવીને તાકીદે આ પ્રકારની દુકાનો બંધ થાય તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details