વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત - વિસાવદર ન્યુઝ
વિસાવદર: તાલુકાના કાલસારીમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગે સિંહણનો મૃતદેહ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત
મળતી માહિતી પ્રમાણે, રેડીયો કોલરથી સુરક્ષિત કરવામાં આવેલી સિંહણ કાલસારી ગામના વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે વીજ કરંટ લાગવાના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.