જૂનાગઢગીર ગઢડા નજીક આવેલા દ્રોણેશ્વર મારુતિધામ ખાતે સવારે 10 થી 11 ના અરસામાં ડાલામથ્થા સિંહ દર્શન (Lion sighted in Junagadh) થયા હતા. સવારના સમયે સિંહ અહીંથી પસાર થયો હતો. જેનો વિડીયો અહીંથી પસાર થતા વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.
ગાંડી ગીરનું ઘરેણું કહેવાતો ડાલામથ્થો સિંંહ મળ્યો જોવા સિંહના દર્શનગાંડી ગીરનું ઘરેણું કેવાતો સિંહ ગીરમાં (Lion sighted in Junagadh) તો અવાર-નવાર જોવા મળે છે. પરંતુ શિયાળામાં અને ચોમાસામાં વધારે જોવા મળે છે. શિયાળાની ઠંડી દસ્તક દઇ રહી છે, ત્યાં વનરાજાના ગીરના ગામોમાં આંટાફેરાશરૂ થઇ ગયા છે. ત્યારે ગીર ગઢડાની નજીક આવેલા દ્રોણેશ્વર મારુતિ ધામ ખાતે થયા સિંહના દર્શન ગીર ગઢડા નજીક આવેલા દ્રોણેશ્વર મારુતિ ધામ ખાતે આજે સવારના 10થી 11વાગ્યાના અરસામાં ડાલામથ્થા સિંહના દર્શન થયા હતા.
મોબાઇલ કેમેરામાં કેદ મારુતિ ધામ દ્રોણેશ્વર નજીકથી પસાર થઈ રહેલા સિંહનો વિડીયો અહીંથી પસાર થતાં વાહન ચાલકે મોબાઇલ કેમેરામાં કેદ કર્યો છે. સિંહ દોડ લગાવીને જઈ રહ્યો હતો ત્યારે સવારના સમયે સિંહના દર્શન થતા વાહન ચાલકો પણ ખુશખુશાલ થઈ ગયેલા હતા. વિડીયોને લઈને મારુતિ ધામના સ્વામી હરિ દર્શન દાસએ ટીવી ભારતને વિગતો પૂરી પાડી હતી.
સિંહ જોવો ખૂબ મુશ્કેલ હરીદર્શન દાસ સ્વામીના મતે સિંહ સવારના સમયે દેખાય તે નવું છે. મારુતિ ધામના હરિ દર્શન દાસ સ્વામી etv ભારતને માહિતી આપતા જણાવ્યું હતું કે સવારના 10થી 11 વાગ્યાના અરસામાં સિંહ જોવો ખૂબ મુશ્કેલ છે. ત્યારે ડાલામથ્થો સિંહ આ માર્ગ પરથી પસાર થયો હતો. જેને જોવાની તક વિનામૂલ્યે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ મળી હતી. સામાન્ય રીતે સિંહ તડકો થતા બહાર નીકળતો નથી પરંતુ ડાલામથ્થો સિંહ સવારના 10 થી 11 વાગ્યાના સમયમાં અહીંથી પસાર થતો જોવા મળ્યો હતો. જેને મોબાઇલ કેમેરામાં કેદ કરવાની તક અહીંથી પસાર થતા વાહનચાલકોને પ્રાપ્ત થઈ હતી.