કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ બળદનું મારણ - Lion news
જૂનાગઢઃ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામમાં સિંહોએ બળદનો શિકાર કર્યો હતો. આ પહેલા અજાબ પ્રાંસલીમાં વનરાજાઓએ મારણ કર્યું હતું. આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં સિંહોએ ત્રણ બળદોના મારણ કર્યા હતા.
![કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ બળદનું મારણ કેશોદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5527336-thumbnail-3x2-lion.jpg)
કેશોદ
કેશોદના માણેકવાડા ગામના કરાર સિમ વિસ્તારમાં વનરાજાઓએ બળદનું મારણ કર્યું હતું. સિંહે મારણ કર્યું હોવાની જાણ થતા તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ મારણ સ્થળ પર પહોંચી હતી. છેલ્લા ત્રણ દિવસમાં વનરાજોએ 3 બળદના મારણ કર્યા હતા. આ ઉપરાંત 4-5 સિંહો કેશોદના આજુ-બાજુના વિસ્તારમાં હોવાની શક્યતાઓ છે. ત્યારે પશુઓના મારણથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ મારણ