જૂનાગઢઃ થોડા દિવસ પૂર્વે ગીર પશ્ચિમના વિસ્તારમાં સિંહની પાછળ કાર દોડાવી તેને પરેશાન કરવામાં આવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સિંહની (GIR Lions)સતામણીનો વીડિયો વાયરલ થતા વનવિભાગ(Lion harassment)પણ ચોંકી ઉઠયું હતું અને સિંહની સતામણી કરતા કારચાલકને પકડી પાડવામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ વિડીયો ગીર પૂર્વના કોઈ વિસ્તારનો હોવાનું બહાર આવ્યું હતું.
સિંહની સતામણી કરવાના ગુના અટકાયત -સમગ્ર મામલાને લઈને જાફરાબાદ વન વિભાગના (Jafrabad Forest Department)અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન વન વિભાગને મળેલી બાતમીને આધારે કાર અને તેનો ચાલક ઉના વિસ્તારનો હોવાની પાકી ખાતરી અને પુરાવા મળતા વન વિભાગે ઉનાના યુવાન વેપારીને સિંહની સતામણી કરવાના ગુના અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃલાયન શો કરતા તત્વોએ સિંહ પાછળ કાર દોડાવી, વીડિયો વાઇરલ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ -વન વિભાગે કૌશિક સાવલિયા નામના ઉના વેપારીની અટકાયત કરીને સિંહને પરેશાન કરવાના ગુનામાં જાફરાબાદ વન વિભાગ દ્વારા (Jafrabad Forest Department)તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાત્રિના સમયે કૌશિક સાવલિયા નામના ઉનાના વેપારી સિંહની પાછળ કાર દોડાવીને તેને પરેશાન કરતો હતો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઇને વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોક્કસ પુરાવા અને બાતમીને આધારે સિંહની પજવણી કરનારા કૌશિક સાવલિયા નામના વેપારીને ઉના ખાતેથી ઝડપી પાડીને વન્ય સિંહ સંરક્ષણ એક્ટ અન્વયે તેમની વિરુદ્ધ સિંહની સતામણી કરવાનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર વિસ્તારના ગામોમાં સામાન્ય રીતે સિંહ જોવા મળે -રાત્રિના સમયે ગીર વિસ્તારના ગામોમાં સામાન્ય રીતે સિંહ જોવા મળે છે. ત્યારે આવા કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો જંગલના રાજાને પરેશાન કરવાનું ચૂકતા નથી ત્યારે આજે પોલીસ પકડમાં આવ્યો આ યુવાન વેપારી સિંહોને સતામણી કરતા કે સિંહોની સરખામણી કરવા માટે વિચાર કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વન વિભાગની અટકમાં રહેલો કૌશિક સાવલિયા નામના વેપારીને વન વિભાગ આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને ત્યારબાદ તેની વિરુદ્ધ વધુ કેટલાક આકરા પગલાં પણ વન વિભાગે લઈ શકે છે જેથી સિંહોને સતામણી કરતા લોકોને સબક મળી શકે.
આ પણ વાંચોઃધારી: વનવિભાગે ગીરમાં સિંહની પજવણી કરનારા સગીર સહિત અન્ય એક વ્યક્તિની અટકાયત કરી