મળતી માહિતી પ્રમાણે, ગીર પશ્ચિમ જંગલમાં માતાથી વિખૂટું પડેલું અને બીમારીનો ભોગ બનેલું સિંહનું બચ્ચું પડ્યું હોવાની માહિતી વન વિભાગને મળી હતી. તેથી વનકર્મીઓએ સિંહ બાળનો રેસ્ક્યૂ કરી આધુનિક એમ્બ્યુલન્સ મારફતે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે લાવી સારવાર આપવામાં આવી રહી છે.
માતાથી વિખૂટા પડેલા સિંહ બાળનો રેસ્કયુ, આ રીતે આધુનિક એમ્બ્યુલન્સની લેવાઇ મદદ - Rescued
જૂનાગઢઃ રાજ્યમાં સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનો શુક્રવારે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગીર પશ્ચિમના જંગલ વિસ્તારમાં સિંહ બાળ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. આ વાતની જાણ વન વિભાગને થતા સિંહના બચ્ચાનું રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ મારફતે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે મોકલવમાં આવ્યું હતું.
lion baby rescue
અંદાજિત 1 કરોડ કરતા પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલી વન્ય પ્રાણી રેસ્ક્યુ એમ્બ્યુલન્સ તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના વન વિભાગને સોંપી હતી. એમ્બ્યુલન્સ આપવા પાછળનું કારણ છે કે, સિંહોને એનિમલ કેર સેન્ટર સુધી આવવાના સમય દરમિયાન તમામ પ્રકારની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બને અને આ સમયગાળો સિંહો માટે કોઈ નુકસાનકારક સાબિત ન થાય. જેનો આજે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.