ગુજરાત

gujarat

ETV Bharat / state

આંબરડી સફારી પાર્કમાં સિંહે વન કર્મી પર જીવલેણ હુમલો કર્યો - ધારી ગીર

જૂનાગઢ:ધારી ગીર પૂર્વના આંબરડી સફારી પાર્કમાં સિંહે વન કર્મી પર હુમલો કહ્યો હતો.સિંહના હુમલામાં વનકર્મીને ઈજાઓ પહોંચી હતી.જે બાદ વનકર્મીને પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યા તેનો સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તેને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો હતો.

આંબરડી સફારી પાર્કમાં સિંહે વન કર્મી પર જીવલેણ હુમલો કર્યો

By

Published : Aug 27, 2019, 12:27 AM IST

સફારી પાર્કમાં રહેલા શિવ નામના સિંહે જ્યારે વનકર્મી અન્ય સિંહોને પાંજરા તરફ ધકેલતા હતા ત્યારે સિંહે ઉશ્કેરાઈને વનકર્મી પર હુમલો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, દેવડીયા સફારી પાર્કમાં પણ થોડા મહીના અગાઉ સિંહના હુમલામાં બે વનકર્મીઓના મોત થયા હતા.ત્યારે ફરી એક વખત આંબરડી સફારી પાર્કના સિંહે વનકર્મીને નિશાન બનાવતા પાર્કમાં કામ કરી રહેલા વનકર્મીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details