ગુજરાત

gujarat

ETV Bharat / state

Lili Parikrama 2021:આ વર્ષ ની લીલી પરિક્રમામાં સવિશેષ પ્રમાણમાં જોવા મળ્યા મરાઠી પરીક્રમાર્થીઓ - જૂનાગઢ ગિરનાર

આ વર્ષે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Girnar lili parikrama )કોરોના સંક્રમણને (Corona transition )કારણે મર્યાદિત ભાવિકોની હાજરીમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષે પરિક્રમા કરવા માટે આવતા પરિક્રમાર્થીઓની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ વર્ષે પરિક્રમા માટે ખૂબ મોટી સંખ્યામાં મરાઠી ભાવિકોએ (Marathi pilgrims )પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો સ્થાનિક ભાવિકોની ઓછી હાજરી પરિક્રમા માર્ગ પર જોવા મળતી હતી ત્યારે આ તકને ઝડપી ને મોટા ભાગના મરાઠી પરિવારો(Marathi families)એ ગિરનારની પરિક્રમા હાજર રહીને તેને પૂર્ણ કરી હતી.

Lili Parikrama 2021:આ વર્ષ ની લીલી પરિક્રમામાં સવિશેષ પ્રમાણમાં જોવા મળ્યા મરાઠી પરીક્રમાર્થીઓ
Lili Parikrama 2021:આ વર્ષ ની લીલી પરિક્રમામાં સવિશેષ પ્રમાણમાં જોવા મળ્યા મરાઠી પરીક્રમાર્થીઓ

By

Published : Nov 20, 2021, 7:38 PM IST

  • ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા
  • આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો
  • આ વર્ષે પરિક્રમા મોટી સંખ્યામાં મરાઠી ભાવિકો પરિક્રમાં કરી

જૂનાગઢઃઆ વર્ષે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Girnar lili parikrama 2021)કોરોના સંક્રમણને (Corona transition ) કારણે મર્યાદિત ભાવિકોની હાજરીમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષે પરિક્રમા કરવા માટે આવતા પરિક્રમાર્થીઓની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા માટે ગિરનાર પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે ગુજરાતી ભાવિકો દ્વારા પરિક્રમાને લઈને જે અનિશ્ચિતતાનું વાતાવરણ પરિક્રમા શરૂ થાય તે પૂર્વે ઉદ્ભવ્યું હતું. તેને લઈને ગુજરાતી ભાવિકોએ પરિક્રમા નહીં કરવાનું મન બનાવી લીધું હતું જેને કારણે આ વર્ષે પરિક્રમા ખૂબ મોટી સંખ્યામાં મરાઠી ભાવિકો (Marathi pilgrims ) પરિક્રમા રૂટ ઉપર જોવા મળ્યા હતાં.

આ વર્ષ ની લીલી પરિક્રમામાં સવિશેષ પ્રમાણમાં જોવા મળ્યા મરાઠી પરીક્રમાર્થીઓ
પૂનમના પવન પર્વે પરિક્રમામાં ભાગ લઈને મરાઠી પરિવારો થયા પાવનગુરુવારની મધ્યરાત્રીએ પૂનમનો તહેવાર હતો ત્યારે દર મહિનાની પૂનમે મોટી સંખ્યામાં મરાઠી ભાવીકો ગિરનાર પર્વત પર બિરાજતા ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પરિક્રમામાં ખૂબ ઓછા ભાવિકોની હાજરીને કારણે જૂનાગઢ આવેલા મોટા ભાગના મરાઠી પરિવારોએ દિવસ દરમિયાન ગરવા ગિરનારની પરિક્રમા સામેલ થયા હતા અને મોડી રાત્રીના સમયે ગિરનાર પર્વત પર બિરાજતાં ગુરુદત્ત મહારાજની ચરણપાદુકાના દર્શન કરવા માટે ત્યાં પણ પહોંચવાનું આયોજન કરી રહ્યા હતા. પાછલા કેટલાક વર્ષોમાં આ વર્ષે પરિક્રમા ( Junagadh Bhavnath Temple )માટે ખૂબ મોટી સંખ્યામાં મરાઠી ભાવિકોએ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો સ્થાનિક ભાવિકોની ઓછી હાજરી પરિક્રમા માર્ગ પર જોવા મળતી હતી ત્યારે આ તકને ઝડપી ને મોટા ભાગના મરાઠી પરિવારોએ ગિરનારની પરિક્રમા હાજર રહીને તેને પૂર્ણ કરી હતી.આ પણ વાંચોઃકડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી

ABOUT THE AUTHOR

...view details