ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ શીલ ગામના લોકોએ પેશકદમી ખાલી કરવા મુદે મામલતદારને આપ્યું આવેદનપત્ર - માંગરોળ પેશકદમી ખાલી કરવા મુદે મામલતદાર માંગરોળ ને આપ્યું આવેદન

જુનાગઢ માંગરોળના શીલ ગામના સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા સ્થાપિત રામદેવપીર મંદિરની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

માંગરોળ શીલ ગામના લોકોએ પેશકદમી ખાલી કરવા મુદે મામલતદારને આપ્યું આવેદનપત્ર
માંગરોળ શીલ ગામના લોકોએ પેશકદમી ખાલી કરવા મુદે મામલતદારને આપ્યું આવેદનપત્ર

By

Published : Feb 7, 2020, 8:22 PM IST

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે રામદેવપીર મંદિર પાસે થયેલા બાંધકામનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ અગાઉ પણ ઘણી વાર શીલ ગામના અનુસૂચિતજાતિ સમાજ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા છે. તેમજ ઘણી વાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આ બાબતનું કોઈ નિરાકરણ ન આવતા ફરીવાર અનુસૂચિત સમાજ દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલાઓ પણ જોડાઇ હતી.

માંગરોળ શીલ ગામના લોકોએ પેશકદમી ખાલી કરવા મુદે મામલતદારને આપ્યું આવેદનપત્ર

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રામદેવપીર મંદિરની આજુ બાજુ ગેરકાયદેર બળજબરી પૂર્વક પેશકદમી અમુક ઈસમો દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પરંતુ આ બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. તેમજ કોઈ પગલાં લેવામાં આવતા નથી.

જેને લઈ શીલ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તથા જો તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details