કેશોદના એરપોર્ટ ગ્રાઉન્ડ નજીક આજે દીપડી પાંજરે પૂરવામાં આવી છે. અહીં છેલ્લા કેટલાય સમયમાં ખુલ્લેઆમ ફરી રહેલી દીપડીના કારણે લોકોમાં ડર પ્રસરી ગયો હતો. અહીં દિપડા સહિતના જંગલી પ્રાણીઓ રેવેન્યુ વિસ્તારોમાં આવી ગયા છે.
કેશોદમાં એરપોર્ટ ગ્રાઉન્ડમાંથી દીપડીને પકડી પાંજરે પૂરાઈ - દીપડી
જૂનાગઢઃ કેશોદની આસપાસ એક મહિનાથી ફરતી દીપડી આખરે પાંજરે પૂરાઈ છે. ફોરેસ્ટ ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ તેને પકડવામાં સફળતા મેળવી હતી.

leopard
કેશોદમાં એરપોર્ટ ગ્રાઉન્ડમાંથી દીપડીને પકડી પાંજરે પૂરાઈ
માંગરોળ અને કેશોદ સહિતના તાલુકાઓના ગામડાઓમાં સીમ વિસ્તારો અને શહેરમાં વારંવાર પ્રાણીઓ દેખાઈ રહ્યાં છે. કેશોદ એરપોર્ટ નજીક દિપડી હોવાની માહિતી જંગલ ખાતાને આપવામાં આવી હતી. કેશોદ એરપોર્ટ નજીક પાંજરૂ ગોઠવી મોડી રાત્રે આ દીપડીને કેદ કરાઈ હતી. જે બાદ એરપોર્ટ કોલોનીમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દિપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી છે.