જૂનાગઢ: કોરોનાએ ભાજપના કોર્પોરેટર બાદ શહેરના નામાંકિત વકીલનો ભોગ લીધો - number of covid-19 patient in junagadh
જૂનાગઢમાં કોરોના વાઇરસના કારણે શહેરના એક નામાંકિત વકીલનું શનિવારે મોત થયું છે.
જૂનાગઢ: કોરોનાએ ભાજપના વર્તમાન કોર્પોરેટર બાદ શહેરના નામાંકિત વકીલનો લીધો ભોગ
જૂનાગઢ: બે દિવસ અગાઉ ભાજપના કોર્પોરેટર અને જિલ્લાના સસ્તા અનાજની દુકાનના પ્રમુખ રાજુભાઈ નંદવાણીનું કોરોના વાઇરસને કારણે મોત થયું હતું. ત્યારે શનિવારે વધુ એક માઠા સમાચાર કોરોના વાયરસને કારણે આવ્યા છે. શહેરના પ્રતિષ્ઠિત વકીલ અને નગરસેવક આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું પણ કોરોના વાઇરસને કારણે અવસાન થયું છે.