ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેન્દ્ર મોદીની જુનાગઢ સભામાં જોવા મળ્યા હાસ્ય પ્રેરિત દ્રશ્યો - Narendra Modi in junagadh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢમાં સભાનું (Narendra Modi in junagadh) આયોજન કર્યું હતું.આ સમયે સભામાંજુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. સભામાં સામેલ વયો વૃદ્ધ વ્યક્તિ ગરમીને કારણે પોતાનું શર્ટ કાઢીને બેસી ગયા હતા. તો અન્ય એક વ્યક્તિ સભામાં બીડીની મોજ માણતા પણ જોવા મળ્યા હતા.

નરેન્દ્ર મોદીની જુનાગઢ સભામાં જોવા મળ્યા હાસ્ય પ્રેરિત દ્રશ્યો
નરેન્દ્ર મોદીની જુનાગઢ સભામાં જોવા મળ્યા હાસ્ય પ્રેરિત દ્રશ્યો

By

Published : Oct 20, 2022, 5:46 PM IST

જૂનાગઢવડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi in junagadh)આજે જૂનાગઢમાંસભાનું આયોજન થયું હતું. આ સભામાં જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. સભામાં સામેલ વયો વૃદ્ધ વ્યક્તિ ગરમીને કારણે પોતાનું શર્ટ કાઢીને બેસી ગયા હતા. તો અન્ય એક વ્યક્તિ સભામાં બીડીની મોજમાણતા પણ જોવા મળ્યા હતા.

બીડીની મોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(Narendra Modi in junagadh)આજે જૂનાગઢમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં એક વયોવૃદ્ધ વ્યક્તિ ગરમીને કારણે સભા મંડપમાં શર્ટ કાઢીને બેઠેલા જોવા મળતા હતા. તો અન્ય એક વ્યક્તિ સભામાં બીડીની મોજ માણતા પણ નજરે ચડ્યા હતા. તો પોરબંદરથી સભામાં સામેલ થવા માટે આવેલા મહેર સમાજના લોકોએ પોતાના પરંપરાગત વેશ પરિધાનમાં આવીને પોરબંદર પંથકની સાંસ્કૃતિક પરંપરાને રજુ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હર્ષદ રીબડીયાને મળ્યું સ્થાન મોદીની સભામાં પૂર્વ કોંગ્રેસની ધારાસભ્ય હર્ષદ રીબડીયાને મળ્યું સ્થાન નરેન્દ્ર મોદીની આજની સભામાં મંચ પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સાથે જૂનાગઢ અને પોરબંદરના સાંસદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના પંચાયતના મહિલા પ્રમુખોની સાથે રાજ્ય પ્રધાન દેવાભાઈ માલમ અને ધારાસભ્ય જવાહર ચાવડાને સ્થાન આપવામાં આવ્યુ હતુ.

સૌની નજર ખેંચનારી ઘટનામંચ પર તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાને સ્થાન અપાયું હતું. ભાજપના એક પણ વર્તમાન કે પૂર્વ ધારાસભ્યને સભા મંડપના મંચ પર સ્થાન આપવામાં આવ્યું ન હતું. વધુમાં જુનાગઢ જિલ્લાના ભાજપના પણ એક પણ પદાધિકારીને પણ મંચ પર સ્થાન અપાયું ન હતું. આજની સભામાં આ સૌથી મોટી ધ્યાન ખેંચે તેવી બાબત રહી હતી.

ABOUT THE AUTHOR

...view details