ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા

આ વર્ષે રાજ્ય સરકારે તેના નાણાકીય અંદાજપત્રમાં ખેડૂતલક્ષી યોજનાઓની કેટલીક લોભામણી જાહેરાતો કરી છે, ત્યારે ગત પર અને તેની અગાઉ જાહેર કરવામાં આવેલી ખેડૂત યોજના વિશે રિયાલિટી ચેક કરતા મોટાભાગની યોજનાઓ પર અલીગઢી તાળું લટકતું જોવા મળી રહ્યું છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા
સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા

By

Published : Feb 27, 2020, 1:41 PM IST

જૂનાગઢ : ગઈકાલે રાજ્ય સરકારે વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ અંદાજપત્રમાં કેટલીક ખેડૂતલક્ષી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત અને તેના અગાઉના વર્ષોમાં જે ખેડૂત લક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી તેનું રિયાલિટી ચેક કરવામાં આવતાં મોટાભાગની યોજનાઓ પર અલીગઢી તાળુ જોવા મળી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દર વર્ષે તેના અંદાજપત્રમાં ખેડૂત વર્ગને આકર્ષવા માટે યોજનાઓની ભરમાર કરતી હોય છે, પરંતુ આ યોજના નાણાકીય વર્ષ પૂરું થવાની સાથે જ અદ્રશ્ય પણ થતી જોવા મળી રહી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી ગત વર્ષની મોટાભાગની ખેડૂત યોજનાઓ પર અલીગઢી તાળા
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ સરકાર દ્વારા નિર્મિત કિસાન આઈ પોર્ટલ મારફત ખેડૂતની યોજનાઓ અંગેની માહિતી ખેડૂત સુધી પહોંચતી હોય છે, ત્યારે ખેડૂત અગ્રણીઓએ કિસાન પોર્ટલ પર જઇને ખેડૂતને લગતી યોજનાઓની જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કિસાન આઈ પોર્ટલ પર 260 જેટલી ખેડૂતને લગતી વિવિધ યોજનાઓ જોવા મળી હતી. જે પૈકીની 58 જેટલી યોજનાઓ ચાલુ જોવા મળી હતી. આ ૫૮ પૈકી કેટલીક યોજનાઓ અનામત જાતિના ખેડૂતો માટે પણ હોય છે, ત્યારે 260 પૈકી 202 જેટલી યોજનાઓ કિસાન આઈ પોર્ટલ પર જોવા મળે છે, પરંતુ તેના પર અલીગઢી તાળું લટકતું જોવા મળી રહ્યું હતું.કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના બજેટમાં ખેડૂતોને ચૂંટણીના વર્ષને અનુલક્ષીને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આગામી મહિનાઓમાં ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે, ત્યારે ફરી એક વખત ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની યોજનાઓની ભરમાર તેના અંદાજપત્રમાં કરી છે, પરંતુ અગાઉના વર્ષમાં જાહેર કરેલી યોજનાઓ પૈકીની મોટાભાગની યોજનાઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઇને ખેડૂત અગ્રણીઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details