ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી જાહેરાત સાબિત થઈ પોકળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો અભાવ

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની સરકારી જાહેરાત પોકળ સાબિત (Rishikesh Patel claim on Vaccine )થઇ હોવાનું જુનાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળ્યું છે. જુનાગઢના એક પણ સેન્ટરમાં રસીનો જથ્થો હાજર સ્ટોકમાં જોવા મળ્યો ન (Lack of vaccine in junagadh primary health center )હતો. જેને કારણે રસીકરણ અભિયાન (Vaccination campaign )શરૂ થઈ શક્યુ નથી.

સરકારી જાહેરાત સાબિત થઈ પોકળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો અભાવ
સરકારી જાહેરાત સાબિત થઈ પોકળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો અભાવ

By

Published : Dec 23, 2022, 3:16 PM IST

એક પણ સેન્ટરમાં રસીનો જથ્થો હાજર સ્ટોકમાં જોવા ન મળ્યો

જુનાગઢ ગઈ કાલે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel claim on Vaccine )ખૂબ જ દાવા સાથે કોરોના સંક્રમણને લઈને રાજ્યની સરકાર મજબૂતાઈથી કામ કરી રહી છે તેમજ મોટા ભાગના વિસ્તારોને આવતી કાલથી ફરી રસીકરણ અભિયાન નીચે આવરી લેવામાં આવશે. તે વાતને લઈને આજે etv ભારતે જુનાગઢ શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીના હાજર સ્ટોક (Lack of vaccine in junagadh primary health center )ને લઈને રિયાલિટી ચેક કર્યો હતો. જેમાં એક પણ સેન્ટરમાં રસીનો જથ્થો જોવા મળ્યો ન હતો. જેને કારણે રસીકરણ અભિયાન (Vaccination campaign )શરૂ થઈ શક્યુ નથી.

આ પણ વાંચો કેન્દ્ર સરકારે કોરોના સામે લાલ આંખ કરી કહ્યું સાવચેતી જરૂરી, રાજ્યમાં BF7નો એક પણ એક્ટિવ કેસ નહીં

આરોગ્ય પ્રધાનનો રસીને લઈને કરાયેલો દાવો સાબિત થયો પોકળ ગઈ કાલે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંભવિત કોરોના સંક્રમણની લહેર ને લઈને તાકીદની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે રાજ્યનો આરોગ્ય વિભાગ અને અધિકારીથી લઈને તબીબો સહિત તમામ તૈયાર હોવાની વિગતો આપી હતી. વધુમાં ઋષિકેશ પટેલે માધ્યમોને કોરોના સંક્રમણ સામે રાજ્ય સરકારની તૈયારી અને લડત અંગે વિગતો આપી હતી. જેમાં રસીકરણ અભિયાનને ખૂબ જ મહત્વનું ગણાયું હતું અને રસીકરણને લઈને મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી રસીકરણ અભિયાન (Rishikesh Patel claim on Vaccine )શરૂ થશે. જેની રિયાલિટી ચેક કરતાં આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો જથ્થો નહીં હોવાની (Lack of vaccine in junagadh primary health center )ખૂબ જ ચિંતાજનક વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો કોરોના એલર્ટ : 27 ડિસેમ્બરે દેશભરમાં યોજાશે મોકડ્રીલ

રસીના જથ્થાને લઈને રાજ્ય સરકારનો દાવો ખોટો રાજ્યના આરોગ્યપ્રધાન તરીકે કામ કરતા ઋષિકેશ પટેલે (Rishikesh Patel claim on Vaccine )જે રીતે ગઈકાલે રાજ્યમાં કરોના સંક્રમણની સંભવિત લહેરની સામે રાજ્યની સરકાર સંપૂર્ણ સજ્જ છે તેવો દાવો કર્યો હતો. જે આજે રસીકરણ અભિયાનને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાન ઋષિકેશ પટેલનો દાવો પોકળ સાબિત થયો છે. જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા પાંચ જેટલા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે રસીનો એક પણ ડોઝ હાજર જોવા મળ્યો ન (Lack of vaccine in junagadh primary health center )હતો. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના દાવા મુજબ આજથી રસીકરણ અભિયાન વેગવંતુ બનવા જઈ રહ્યું હતું. પરંતુ દીવાતળે અંધારા સમાન એક પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનું એક પણ ડોઝ અત્યારે હાજરમાં નથી. જેને કારણે લોકો રસીકરણ(Vaccination campaign ) માટે આવી રહ્યા છે પરંતુ રસી લીધા વગર પરત ફરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details