માંગરોળ તાલુકામાં સર્જાણી સ્ટેમ્પ પેપરની અછત, વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો - જ્યુડિશિયલ સ્ટેમ્પ
જૂનાગઢઃ માંગરોળ તાલુકામાં કુલ 60 ગામો આવેલા છે અને આ તમામ ગામોનો કચેરીઓનો વહીવટ માંગરોળ ખાતે થાય છે, પરંતુ સરકાર દ્વારા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ બંધ કરતાં હજારો લોકો પરેશાની ભોગવી રહયા છે. આ મુદ્દે આજે કચેરી બહાર ખેડુતો અને વિધાર્થીઓએ હોબાળો કર્યો હતો.

સ્પોટ ફોટો
માંગરોળમાં ઈ સ્ટેમ્પ પેપરની એક જ ઑફિસ છે. અન્ય કોઇપણ જગ્યાએ સ્ટેમ્પ પેપર ના મળતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માંગરોળમાં લોકો ત્રણ દિલસથી સ્ટેમ્પ મેળવવા માટે સવારે નવ વાગ્યાથી લાઇનો લગાવી રહયા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખાવાનો વખત આવ્યો છે. જેથી તેઓ કંટાળી ગયા છે . સ્ટેમ્પ માટે ખેડુતો, વિધાર્થીઓ અને આમ જનતાને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. ત્યારે ઈ સ્ટેમ્પ પેપર કચેરી ખાતે ખેડુતો અને વિધાર્થીઓએ હોબાળો કર્યો હતો.
સ્ટેમ્પ પેપરની અછત