લાભ પાંચમનું મુહૂર્ત ગ્રાહક અને વેપારી માટે શુકનવંતુ જૂનાગઢ :આજે લાભ પાંચમના દિવસે પરંપરા અનુસાર લોકો શુભ અને માંગલિક કાર્યો માટે કોઈ પણ ચીજની ખરીદી કરીને લાભ પાંચમનું મુહૂર્ત સાચવતા હોય છે. લાભ પાંચમના દિવસે કરવામાં આવેલ ખરીદી પ્રત્યેક વ્યક્તિ અને પરિવાર માટે શુકનંતી હોવાની સાથે લાભકર્તા બની રહે તેવી માન્યતા છે. જેના કારણે આજે ખાસ ચીજ-વસ્તુઓની ખરીદી થતી હોય છે. ત્યારે આજે જૂનાગઢમાં ગ્રાહકો સોનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.
લાભ પાંચમનું મહત્વ : પ્રાચીન પરંપરા અનુસાર લાભ પાંચમના દિવસના તમામ મુહૂર્ત કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી આજના દિવસે કરવામાં આવેલું કાર્ય અને કોઈ પણ વ્યક્તિ કે પરિવાર દ્વારા થયેલી ખરીદી શુકનવંતી સાબિત થતી હોવાની માન્યતા છે. જેથી આજે જૂનાગઢમાં સોનાની ખરીદી કરતા ગ્રાહકો જોવા મળ્યા હતા.
સોનુ હવે માત્ર માંગલિક પ્રસંગ કે શુભ કાર્યો માટે જ નહીં, પરંતુ પ્રત્યેક પરિવારના રોકાણનું માધ્યમ પણ બની રહ્યું છે. વધુમાં લાભ પાંચમના દિવસે સોનાની ખરીદીને શુકનવંતી માનવામાં આવે છે. -- પરસોત્તમભાઈ બરવાળીયા (ગ્રાહક)
સોનાની ખરીદી બનશે શુકનવંતી : લાભ પાંચમનું મુહૂર્ત ગ્રાહક સહિત વેપારીઓ માટે પણ એટલું જ મહત્વનું રાખે છે. જે રીતે ગ્રાહકો સોનાનાં વેપારીને ત્યાં કિંમતી ધાતુ અને સોનુ ખરીદવા માટે લાભ પાંચમના દિવસે જતા હોય છે. તે રીતે સોનાનાં વેપારીઓ પણ સમગ્ર વર્ષ દરમિયાન તેમના ત્યાં સોનાની માંગ અને લેટેસ્ટ ડિઝાઇન સાથેના સોનાના આભૂષણોની સાથે કાચા સોનાની પણ ખરીદી કરતા હોય છે. લાભ પાંચમના દિવસે સોનાનાં વેપારીઓ દ્વારા તહેવાર, માંગલિક અને શુભ પ્રસંગોને ધ્યાને રાખીને વિશેષ પ્રકારે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. આમ લાભ પાંચમના દિવસે માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ સોનાના આભૂષણોનું વેચાણ કરતાં વેપારીઓ પણ સોનાની ખરીદી કરીને લાભ પાંચમના મુહૂર્તને સાચવતા હોય છે.
જાણો સોનાની ખરીદી પાછળની માન્યતા લાભ પાંચમના દિવસે શુકનવંતી ખરીદી પણ પરિવારને લાભકર્તા રહે છે. પાછલા અનેક વર્ષોથી પ્રાચીન પરંપરા અનુસાર લાભ પાંચમના દિવસે સોનાની ખરીદી કરવા માટે ગ્રાહકો આવતા હોય છે. -- શૈલેષભાઈ કાછડીયા (ઝવેરી)
વેપારીઓ માટે લાભ પાંચમનું વિશેષ મહત્વ :લાભ પાંચમના દિવસે કિંમતી ધાતુ અને સોનાની ખરીદીને લઈને ગ્રાહકો અને સોનાના વેપારીઓએ પ્રતિભાવ આપ્યો હતો. જૂનાગઢ ખાતે સોનાનો શોરૂમ ધરાવતા શૈલેષભાઈ કાછડીયાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સોનુ હવે માત્ર માંગલિક પ્રસંગ કે શુભ કાર્યો માટે જ નહીં, પરંતુ પ્રત્યેક પરિવારના રોકાણનું માધ્યમ પણ બની રહ્યું છે. વધુમાં લાભ પાંચમના દિવસે સોનાની ખરીદીને શુકનવંતી માનવામાં આવે છે. જેથી પાછલા અનેક વર્ષોથી પ્રાચીન પરંપરા અનુસાર લાભ પાંચમના દિવસે સોનાની ખરીદી કરવા માટે ગ્રાહકો આવતા હોય છે.
સોનું બન્યું રોકાણનું માધ્યમ : સોનાની ખરીદી કરવા માટે આવેલા ગ્રાહક પરસોત્તમભાઈ બરવાળીયાએ પણ તેમનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રોકાણ કોઈ પણ પરિવાર માટે મહત્વનો મુદ્દો બન્યો છે. આજના સમયમાં અન્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે કિંમતી ધાતુ અને ખાસ કરીને સોનામાં રોકાણ પ્રત્યેક પરિવારની આર્થિક સમૃદ્ધિને મજબૂતી આપે છે. વધુમાં દર વર્ષે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળે છે. જેથી રોકાણ કરેલ રકમમાં વૃદ્ધિ પણ થાય અને સાથે સાથે લાભ પાંચમના દિવસે શુકનવંતી ખરીદી પણ પરિવારને લાભકર્તા રહે છે. જેથી આજના દિવસે તેઓએ સોનાની ખરીદી કરી છે.
- ભુજની જથ્થાબંધ બજારમાં કાંટા પૂજન કરીને ધંધો રોજગાર શરુ કરાયો, આજે 4 કરોડના સોદા થશે
- ચારધામ યાત્રા: આજથી બદ્રીનાથ ધામના કપાટ બંધ, 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારમાં આવ્યું ભગવાન બદ્રીનાથનું મંદિર, ચારધામ યાત્રા વિધિવત થશે પૂર્ણ