ગુજરાત

gujarat

ETV Bharat / state

કોડીનારની મનીષા વાળાએ 20 દેશના ખેલાડીને ધૂળ ચટાડી કિક બોક્સિંગ સ્પર્ધામાં જીત્યા કાંસ્યપદક - ગુજરાત માનવરત્ન એવોર્ડ

જૂનાગઢના કોડીનારની ખેલાડી મનીષા વાળાએ (Kodinar Player Manisha Vala wins bronze medal) સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય કિક બોક્સિંગ સ્પર્ધામાં (kickboxing asian championship 2022) ભાગ લીધો હતો ને તેમાં તેણે 2 કાંસ્ય પદક જીત્યા હતા.

કોડીનારની મનીષા વાળાએ 20 દેશના ખેલાડીને ધૂળ ચટાડી કિક બોક્સિંગ સ્પર્ધામાં જીત્યા કાંસ્યપદક
કોડીનારની મનીષા વાળાએ 20 દેશના ખેલાડીને ધૂળ ચટાડી કિક બોક્સિંગ સ્પર્ધામાં જીત્યા કાંસ્યપદક

By

Published : Dec 24, 2022, 12:25 PM IST

જૂનાગઢગુજરાતના અનેક ખેલાડીઓ એવા છે, જેઓ દેશ અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું કરી રહ્યા છે. આવા જ ખેલાડીઓમાં એક નામ ઉંમેરાયું છે જૂનાગઢની મનીષા વાળાનું. કોડીનારની આ ખેલાડીએ દેશને નવી સિદ્ધિ અપાવી છે. હાલમાં જ 10થી 19 ડિસેમ્બર દરમિયાન થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કિક બોક્સિંગ સ્પર્ધા (kickboxing asian championship 2022) યોજાઈ હતી. તેમાં આ ખેલાડીએ 2 કાંસ્ય પદક (Kodinar Player Manisha Vala wins bronze medal) જીતીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

ગીર સોમનાથની મનીષાએ અપાવ્યું દેશને ગૌરવગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની મનીષા વાળાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયન ચેમ્પિયનશિપમાં કીક બોક્સિંગ સ્પર્ધામાં 2 અલગ અલગ કેટેગરીમાં 2 કાંસ્ય પદક મેળવીને જિલ્લાની સાથે ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે એશિયાના 20 દેશોના અંદાજિત 500 ખેલાડીઓ વચ્ચે કીક બોક્સિંગ સ્પર્ધાનું (kickboxing asian championship 2022) આયોજન થયું હતું જેમાં મનીષા વાળાએ રમતગમત ક્ષેત્રમાં ખૂબ જ ઉજવળ દેખાવ કરીને જિલ્લા ની સાથે રાજ્ય અને દેશ ને બે કાંસ્ય પદક મેળવીને ગૌરવ અપાવ્યું છે

મનીષાવાળાએ રાષ્ટ્રીય ગેમ્સમાં મેળવ્યો છે ગોલ્ડ મેડલથાઈલેન્ડમાં યોજાયેલી કિક બોક્સિંગની એશિયન ચેમ્પિયનશિપમાં મનીષાવાળા કઝાકિસ્તાન, ઈરાન અને થાઈલેન્ડના તેમના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપીને 2 કાંસ્ય પદક (Kodinar Player Manisha Vala wins bronze medal) મેળવવામાં સફળતા મળી છે. અગાઉ નવેમ્બર મહિનામાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં (Delhi Talkatora Stadium) યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કિક બોક્સિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

ખેલાડીને અપાયો માનવરત્ન એવોર્ડ ખેલાડી મનીષા વાળાની રમતગમત ક્ષેત્રમા અને ખાસ કરીને કિક બોક્સિંગ સ્પર્ધામાં (kickboxing asian championship 2022) તેમના યોગદાનને લઈને તેને ગુજરાત માનવરત્ન એવોર્ડ (Gujarat Manav Ratna Award) પણ આપવામાં આવ્યો છે. હાલ મનીષાવાળા કિક બોક્સિંગ સ્પર્ધામાં ઓલિમ્પિક જેવા મોટા ખેલ મહાકુંભમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવે છે અને તેને લઈને તૈયારી પણ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details