જુનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિનો મહાપર્વ એટલે શિવરાત્રી. શિવરાત્રીના મેળામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી જેને શિવના સૈનિક તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. તેવા નાગાસન્યાસીઓની વિશેષ હાજરી જોવા મળે છે ત્યારે શિવના સૈનિકો દેવાધિદેવ મહાદેવ એ ધારણ કરેલા આઠ શૃંગારોને ધારણ કરીને પ્રત્યેક ભક્તને શિવરૂપ ના દર્શન કરાવી રહ્યા છે ત્યારે અમે આજે તમારા માટે વિશેષ અહેવાલ લઈને આવ્યા છે શું છે શિવના 8 શ્રીંગાર શા માટે દેવાધિદેવ મહાદેવે આઠ શૃંગારને પોતાના શરીર પર ધારણ કર્યા હતા.
ગંગાજી: કપિલ મુનિએ સગર રાજાના 1000 પુત્રોને કોઈ દુષ્ટ કર્મ કરવા બદલ શ્રાપિત કર્યા હતા જેને સ્રાપ માંથી મુક્ત કરવા માટે સગર રાજા ના ભાઈ અંશુમને કપીલ મુનીને ખૂબ જ વિનવણી કરી હતી, પરંતુ કપિલ મુનિ સગર રાજા ના હજાર પુત્રોને શ્રાપ માંથી મુક્ત કરવા માટે એકના બે ન થયા ત્યારે કપિલ મુનિએ તમામ હજાર પુત્રોને શ્રાપ માંથી મુક્તિ અપાવવા માટે પૃથ્વી પર ગંગાજીનું અવતરણ ભગીરથી ઋષિ કરી શકે તો તમામ પુત્રો શ્રાપમાંથી મુક્ત થાય છે. ત્યારે સગર રાઝાના પરિવારજનો એ ભગીરથી ઋષિની તપ્સચર્યા બાદ ગંગાજી ને પ્રગટ થવા માટે આહવાન કર્યો હતો ત્યારે ગંગાજીના પ્રવાહને પૃથ્વીલોક પર રોકી શકે તેવા એકમાત્ર દેવ એટલે મહાદેવ જો મહાદેવ ગંગાજીને પૃથ્વી લોક પર નિયંત્રિત કરી શકે તો તેમના તમામ હજાર પુત્રો શ્રાપ માંથી મુક્ત થઈ શકે છે. જેથી દેવાધિદેવ મહાદેવ ગંગાજીના પ્રવાહને પોતાની જટામાં નિયંત્રિત કર્યો ત્યારથી ગંગાજી શિવજીની જટા માં જોવા મળે છે.
વિષ: દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન માંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા, જે પૈકીના 13 રત્નો દેવી-દેવતાઓએ વહેંચી લેતા 14માં રત્ન તરીકે એક માત્ર વિષ બાકી રહેતા દેવી-દેવતાઓ પણ મૂંઝાયા હતા ત્યારે મહાદેવે પોતાના ગળામાં વિષ ને ધારણ કર્યું, જેને કારણે તેઓ નીલકંઠ પણ કહેવાય મહાદેવે ગળામાં વિષ ધારણ કરવાથી તેના ગળાનો રંગ લીલો પડી ગયો હતો. જેને લઈને દેવી-દેવતાઓ પણ ખૂબ જ ચિંતિત બન્યા હતા.
ચંદ્ર: દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનથી 14 જેટલા રત્નો પ્રાપ્ત થયા હતા.આ પૈકીના 13 રત્નો અન્ય દેવી-દેવતાઓ રાખ્યા હતા વિષ મહાદેવ ગ્રહણ કરતા તેમનો ગળુ વિષની અસરને કારણે લીલા કલરનું જોવા મળતું હતું, ત્યારે દેવતાઓ ખૂબ જ ચિંતિત બન્યા અને ચંદ્ર ભગવાને મહાદેવની ઝેરની અસર ઓછી થાય તે માટે મહાદેવની જટામાં અવતરણ કર્યું અને મહાદેવ એ સમુદ્ર મંથનથી પ્રાપ્ત કરેલા વિષની અસરોને ઓછી કરી હતી જેથી મહાદેવની જટામાં ચંદ્ર જોવા મળે છે.