હાલ, રાજ્યભરમાં CAAના મુદ્દાને કરાણે લોકોમાં સમાજિક અસમાનતાની લાગણી જોવા મળે છે. જેને દુર કરવા માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમભાવના સંદેશ પતંગન-ફિરકીનો સ્ટૉલ શરૂ કરાયો છે.
જૂનાગઢમાં સર્વધર્મ સમભાવના સંદેશ સાથે શરૂ થયો પતંગ અને ફીરકીનો સ્ટૉલ
જૂનાગઢઃ ઉત્તરાયણના તહેરવાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે બજારમાં વિવિધ થીમના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. એવો જ એક પંતગ-દોરી સ્ટોલ છે, જે સામાજિક સહિષ્ણુતાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યો છે.
આ સ્ટૉલમાં વિવિધ પ્રકારની પતંગ અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જે ઉત્તરાયણના તહેવારને પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ પ્રકારની થીમના સ્ટૉલ લોકોમાં એકતાનો ભાવ જગાડવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ થતાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેનો લાભ ઉઠાવી કેટલાક અસમાજિક તત્વો જ્ઞાતિ-જાતિના ભેદભાવ ઉભા કરીને એક્તાને તોડવાનું કામ કરી રહ્યાં છે. ત્યારે માનવ સેવા ટ્રસ્ટ ભાઈચારાનો સંદેશ આપવા માટે આ પ્રકારના સ્ટૉલ શરૂ કરી રહ્યું છે.