જૂનાગઢની મધુર સોશ્યલ ગ્રુપ સંસ્થા દ્વારા 15મી ઓગ્સ્ટની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિન્નરોએ ધ્વજ લહેરાવીને દેશને સલામી આપી હતી. ધ્વજવંદન કરતી વખતે કિન્નરો સંસ્થા દ્વારા મળેલાં માનને આવકારતાં ભાવુક થયા હતાં.
જૂનાગઢમાં કિન્નર સમાજે કર્યુ ધ્વજવંદન - 15મી ઓગ્સ્ટ
જૂનાગઢઃ શહેરના મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિન્નરોએ ધ્વજ લહેરાવીને દેશને સલામી આપી હતી. આમ સમાજિકવાડામાંથી સમાનતાના અધિકારને આઝાદ કરી સ્વતંત્રતા પર્વની ઉદ્દેશાત્મક ઉજવણી કરાઈ હતી.
જૂનાગઢમાં કિન્નર સમાજે કર્યુ ધ્વજવંદન
આમ, આ સંસ્થાએ ઉદ્દેશાત્મક રીતે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીને સમાજમાં સમાનતાનો સંદેશ આપ્યો હતો. સામાજિક ભેદભાવને નાથવા માટે કરાયેલાં અનોખા પ્રયાસને સૌએ વધાવીને કિન્નરોને માન આપ્યું હતું.