ગુજરાત

gujarat

ETV Bharat / state

Khodiyar Jayanti 2022: માં જગદંબાના અવતાર સ્વરૂપમાં ખોડલની જન્મ જયંતીની ઉજવણી - Marriage of Charan Kavi Mamal

હિન્દુ ધર્મમાં જગદંબા અવતાર સમા માં ખોડીયારન જન્મ જયંતી (Khodiyar Jayanti 2022)ઉજવવામાં આવી રહી છે. ગુજરાતમાં માં ખોડીયારના ઉત્પતિ સ્થાન તરીકે વલભીપુર નજીક રોહીશાળા ગામમાં મા ખોડીયારનો પ્રાગટ્ય થયો હોવાનું પ્રાચીને ધાર્મિક માન્યતા અનુસાર જોવા મળે છે. આજે ગુજરાતમાં ધારી નજીક આવેલા ગળધરા ખોડિયાર અને ભાવનગર નજીક આવેલા રાજપરા ખોડીયાર મંદિર સૌની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યા છે.

Khodiyar Jayanti 2022: માં જગદંબાના અવતાર સ્વરૂપમાં ખોડલની જન્મ જયંતીની ઉજવણી
Khodiyar Jayanti 2022: માં જગદંબાના અવતાર સ્વરૂપમાં ખોડલની જન્મ જયંતીની ઉજવણી

By

Published : Feb 9, 2022, 5:32 AM IST

જૂનાગઢઃહિન્દુ ધર્મમાં જગદંબા અવતાર સમા માં ખોડીયારની જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. ગુજરાતમાં માં ખોડીયારના ઉત્પતિ સ્થાન તરીકે વલભીપુર નજીક રોહીશાળા ગામમાં (Rohishala village near Valabhipur)માં ખોડીયારનો પ્રાગટ્ય થયો હોવાનું પ્રાચીને ધાર્મિક માન્યતા અનુસાર જોવા મળે છે. વલભીપુર પંથકના રાજા શિલાદિત્ય ચારણ કવિ મામળની રચનાઓ થી પ્રભાવિત થઈને તેને ગામમાં આશરો આપ્યો હતો. ત્યારબાદ ચારણ કવિ મામળના લગ્ન(Marriage of Charan Kavi Mamal) ગામની મીણબાઈ નામની સારણ કન્યા સાથે થયા હતા. લગ્નનાં વર્ષો બાદ પણ મામળ અને મીરાબાઈના ઘરે સંતાનસુખ પ્રાપ્ત થતા વલભીપુરના રાજા શિલાદિત્ય અને ચારણ કવિ મામળ વચ્ચે મતભેદો સર્જાયા હતા ચારણ કવિ મામળે વલભીપુર છોડીને જંગલમાં શિવ આરાધના કરવા માટે ચાલ્યા ગયા અને ત્યાં માતા પાર્વતી શિવ સાથે મળીને મામળને દર્શન આપે છે. આપ્રસંગ બાદ માતા ખોડલના પૃથ્વી પર અવતરણ થયુ હોવાનું માનવામાં આવે છે.

ખોડલની જન્મ જયંતી

શિવ આરાધનામાં ચારણ કવિ મામળ પોતાનું મસ્તક આપવા પણ તૈયાર થયા હતા

પોતાને સંતાનસુખ નહીં મળવાને કારણે વલભીપુરના રાજા શિલાદિત્ય દ્વારા મામળને અપમાનિત કરવામાં આવ્યો હતો જેનું ખૂબ માઠુ લાગી જતા મામળ જંગલમાં શિવ આરાધના કરવા જતો રહ્યો હતો. કઠોર આરાધના કર્યા બાદ પણ શુભ પ્રસન્ન નહી થતા મામળ શિવ આરાધનામાં પોતાનું મસ્તક તલવારથી અર્પણ કરવા સુધી તૈયાર થઈ ગયો હતો ત્યારે માતા પાર્વતીએ શિવ સાથે મામળને દર્શન આપ્યા ત્યારે મામળે વરદાન મા સંતાન સુખ માગ્યું જેના જવાબમાં શીવે મામળને કહ્યું કે તારા નસીબમાં સંતાનનું સુખ નથી કોઈ અન્ય વરદાન માંગ શિવની વાત સાંભળીને મામળ વધુ દુઃખી થયો દુઃખી થયેલા મામળને જોઈને માતા પાર્વતીએ તેને ત્યાં પુત્રીના રૂપમાં પ્રગટ થવાનુ વચન આપ્યું અને ત્યાંથી પૃથ્વી પર માતા પાર્વતીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃGuru Dutt Jayanti: ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરૂદત્ત મહારાજની જન્મજયંતીની ઉજવણી

શક્તિસ્વરૂપા મા પાર્વતીનું પૃથ્વી પર મા ખોડલ તરીકે અવતરણ

માતા પાર્વતીએ ચારણ કવિ મામળને ત્યાં પુત્રી તરીકે પ્રગટ થવાનું કે વચન આપ્યું હતું તે મુજબ પાતાળ લોકમાં વાસુકીના ઘરે આઠ સંતાનો થયા જેને શિવના આદેશને માન આપીને એક પુત્રી મામળને ત્યાં આપવાનું નક્કી થયું. વાસુકીની સૌથી નાની પુત્રી પૃથ્વી લોક પર જવા માટે સહમત થઈ જેની જાણ ભગવાન શિવે ધારણ કરી મા મને સપનામાં આવીને સમગ્ર હકીકતની જાણ આપી હિન્દુ ધાર્મિક માન્યતા અને પરંપરાઓ અનુસાર દુર્ગાષ્ટમીના પાવન દિવસે આઠ સંતાનોનો જન્મ થયો. જેમાં સૌથી નાના સંતાન તરીકે પુત્રી જાનાબાઈનો જન્મ થયો જે માતા પાર્વતી દ્વારા મામળને આપવામાં આવેલા વચન મુજબ જાનાબાઈ એટલે કે માં જગદંબા પાર્વતીજીના સ્વરૂપમાં માં ખોડલ તરીકે જન્મ લીધો અને આજે સમગ્ર સૃષ્ટિમા માં ખોડીયાર તરીકે પુજાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં ધારી નજીક આવેલા ગળધરા ખોડિયાર અને ભાવનગર નજીક આવેલા રાજપરા ખોડીયાર મંદિર સૌની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યા છે.
આ પણ વાંચોઃJunagadh Kalwa Chowk: જૂનાગઢ મહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ, પારંપરિક મણિયારો રાસ રજુ કરીને કાળવા ઓડેદરાને યાદ કર્યા

ABOUT THE AUTHOR

...view details