- કેશોદના DySp J.B. ગઢવીને 2 વર્ષની સજા
- કોર્ટના હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ
- નિર્દોષ સગીરને ગોંધી રાખી માર માર્યા હોવાના પુરાવાને ધ્યાને લઈ કોર્ટનો હુકમ
જૂનાગઢઃ દાહોદના દેવગઢ બારીયામાં વર્ષ 2006માંં સગીરને ગોધિ રાખી ઢોર માર માર્યાના કેસમાં જિલ્લાના કેશોદ ખાતે DySp તરીકે ફરજ બજાવતા J.B. ગઢવીને બે વર્ષની સજા અનેે 2 હજારનો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
વર્ષ 2006માંં દેવગઢ બારીયામાં PSI તરીકેની બજાવતો હતો ફરજ
વિગત મુજબ J.B. ગઢવી વર્ષ 2006માં દેવગઢ બારીયામાં PSI તરીકેની ફરજ બજાવતો હતો. આ ફરજ દરમિયાન 13 ડિસેમ્બર 2006ના રોજ દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે રહેતા સગીર સરજન નામના કીશોરની ગેર કાયદેસર અટકાયત કરી હતી. સગીરને ગોંધી રાખી ઢોર માર મારીને છોડી દેવાયો હતો.