ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશી દારૂના જથ્થા સાથે કેશોદ પોલીસે 2 આરોપીને ઝડપ્યા - Vraj Wadi Party Plot

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અવાર નવાર વિદેશી દારૂ ઝડપાતો હોઇ છે ત્યારે ફરી એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદ તાલુકામાં વિદેશી દારૂની પેટીઓ નંગ 35 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1 લાખ 64 હજાર 570ના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી લીધા હતા.

વિદેશી દારૂના જથ્થા સાથે કેશોદ પોલીસે 2 આરોપીને ઝડપ્યા
વિદેશી દારૂના જથ્થા સાથે કેશોદ પોલીસે 2 આરોપીને ઝડપ્યા

By

Published : Jan 17, 2021, 5:13 PM IST

  • જૂનાગઢ કેશોદના વ્રજ વાડી પાર્ટી પ્લોટમાંથી વિદેશી દારૂ પકડી પડતી કેશોદ પોલીસ
  • પાર્ટી પ્લોટમાંથી વિદેશી દારૂ, રોકડ રૂપિયા, મોબાઈલ તેમજ ટુ વ્હીલર મળી આવી
  • રૂપિયા 1,64,570 નો મુદ્દામાલ સાથે 2 બુટલેગરની ધરપકડ કરતી કેશોદ પોલીસ

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકામાં અવાર નવાર વિદેશી દારૂ પકડાઇ રહ્યો છે અને કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં દારૂનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેમાં વધુ એક વિદેશી દારૂની પેટીઓ નંગ 35 પકડાઇ હતી. કેશોદ પોલીસને બાતમી મળી હતી કે, શહેરના એક પાર્ટી પ્લોટમાં મોટી માત્રામાં વિવિધ દારૂ હોવાની બાતમીના આધારે પોલીશે રેડ કરતાં વિદેશી દારૂની 35 પેટીઓ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1 લાખ 64 હજાર 570ના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા હતા. જયારે હજુપણ આમાં કોણ કોણ સંડાવાયું છે. જેની તપાસ કેશોદ પોલીશ દ્વારા ચલાવાઇ રહી છે.

વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને પકડી પડતી કેશોદ પોલીસ

શહેરનાં વ્રજ વાડી પાર્ટી પ્લોટમાંથી પોલીસે વિદેશી દારૂ પકડી પાડતાં કેશોદમાં ભારે ચર્ચા

ખાસતો કેશોદનો મેઈન પાર્ટી પ્લોટ ગાણાતા ફાર્મ હાઉસમાંથી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. વ્રજ પાર્ટી પ્લોટમાં પોલીસે બાતમીના આધારે રેડ કરતાં મોટો દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. ખાસતો આ પાર્ટી પ્લોટમાં લગ્ન તેમજ બર્થડે પાર્ટીઓ અને અવનવા પ્રસંગો યોજાતા હોઇ છે અને દારૂ ઝડપાતાં સૌ કોઇ અચરજમાં મુકાયા હતા.

ABOUT THE AUTHOR

...view details