ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : વ્યાજખોરીના મામલે ઉઘરાણી કરનારાની ધરપકડ, ચાર શખ્સો ફરાર - Keshod Police

કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે મોતને વહાલું કરી લીધું છે. જેના કારણે યુવકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કેશોદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કેશોદમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને મોતને વહાલું
કેશોદમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને મોતને વહાલું

By

Published : May 1, 2023, 3:56 PM IST

જૂનાગઢ: વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસના કારણે મોત થયા હોવાના આંકડામાં વધારો થઇ રહ્યો છે.વ્યાજખોરોના ત્રાસને કારણે કંટાળીને આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢ પાસે આવેલા કેશોદ શહેરમાં અગતરાય રોડ પર આવેલા એમ એમ પેટ્રોલ પંપની સામે સરકારી આવાસમાં વ્યાજના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિનોદ ઘનશ્યામ રોચીરામાણીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. મૃતક વિનોદ ઘનશ્યામ રોચીરામાણી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં પાંચ વ્યાજખોરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો Junagadh Crime : ચોક્કા છક્કાની રમઝટ વચ્ચે સટ્ટોડીયાઓની પોલીસે પાડી દીધી વિકેટ

ધમકી આપી હેરાન:કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા મૃતકના પત્ની સવિતા વિનોદ રોચીરામાણીની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રવિણ સીંધલ રબારી,ભાવેશ ભુપત રબારી,રાજુ હરદાસ રબારી ,અજીત આહીર આ તમામ આરોપીઓ પાસેથી જરૂરીયાત મુજબ રૂપિયા બાર લાખ લીધેલા હતા. જેનું વિનોદ ઘનશ્યામ રોચીરામાણીએ વ્યાજ ચૂકવી આપવા છતાં બમણા વ્યાજની માંગણી કરી હતી. રૂપિયા 1,24,000/- જેટલા વધુ વ્યાજની માંગણી કરવામાં આવી હતી. વાત આટલેથી પૂરી થતી નથી. વ્યાજખોરોએ મૃતકના ઘરે જઈ ધમકાવી તેમજ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા હતા.

આ પણ વાંચો Junagadh Crime: સંબંધો સામે સવાલ ઊભા કરતો કિસ્સો, સગા માસીની છોકરીને ઘરમાં ઘુસી 18 ઘા મારી દીધા

આરોપીઓને ઝડપી પાડવા માગ:કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે પટેલ પોલીસ કોન્સ્ટેબલ જીણાભાઇ ગરેજા દ્વારા પ્રવિણ સિંઘલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ સિંધી સમાજ દ્વારા થોડા સમય પહેલા લેખિતમાં રજૂઆત કરી આરોપીઓને ઝડપી પાડવા માગ કરી હતી. વિનોદ ઘનશ્યામ રોચીરામાણીના મૃત્યુ પાછળ જવાબદાર પાંચ આરોપીઓમાંથી એક આરોપીને ઝડપી લીધો છે. ત્યારે બાકીના ચાર આરોપીઓને ઝડપી પાડવા કેશોદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details