જૂનાગઢ : કેશોદ નગરપાલિકા હસ્તકની સરકારી લાઈટો ખાનગી મિલકતમાં ફિટ કરતા કર્મચારીઓ કેમેરામાં ઝડપાઈ ગયા હતા. કેશોદ નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ મંગળવારે કેશોદ માંગરોળ રોડ પર આવેલી ખાનગી મિલકતમાં નગરપાલિકાની માલિકીની સ્ટ્રીટ લાઇટ લગાવતા હોવાની ફરિયાદ મળતા કેશોદ યુવા કોંગ્રેસે આ કર્મચારીઓને લાઈટ સાથે રંગે હાથે ઝડપી લઇ પ્રાંત અધિકારીને સમગ્ર મામલે જાણ કરી છે.
યુવા કોંગ્રેસે કેશોદ નગરપાલિકાના કર્મચારીઓને ખાનગી મિલકતમાં સ્ટ્રીટ લાઇટ લગાવતા પકડ્યા - ખાનગી મિલકત
કેશોદ નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ મંગળવારે કેશોદ માંગરોળ રોડ પર આવેલી ખાનગી મિલકતમાં નગરપાલિકાની માલિકીની સ્ટ્રીટ લાઇટ લગાવતા હતા. જે બાબતની જાણ કેશોદ યુવા કોંગ્રેસને થતા યુવા કોંગ્રેસના કાર્યકરોએ ઘટના સ્થળેથી નગરપાલિકાની માલિકીની સ્ટ્રીટ લાઇટ ઝડપી લઈને સમગ્ર મામલાની જાણ કેશોદના પ્રાંત અધિકારીને કરી છે.
યુવા કોંગ્રેસ
સામાન્ય નિયમો મુજબ નગરપાલિકા વિસ્તારની બહાર કોઇ પણ જાતની સુવિધાઓ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતી નથી અને આ જ નિયમ સાર્વત્રિક રીતે અમલમાં પણ જોવા મળે છે. ત્યારે કેશોદ માંગરોળ રોડ પર ખાનગી મિલકતમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નગરપાલિકાની માલિકીની સ્ટ્રીટ લાઇટ કોના ઇશારે અને શા માટે લગાવી રહ્યા હતા તે બાબત અનેક શંકાઓ ઉભી કરી રહી છે.