વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદના વેપારીઓએ બંધ પાળ્યું - Tribute
જૂનાગઢ: ભાજપ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું અવસાન થતા મંગળવારે કેશોદ બંધનું એલાન કરવામાં આવ્યું છે. વેપારી મહામંડલ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા કેશોદ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
Vitthalbhai Radadiya
કેશોદના વેપારી તેમજ શાળા કોલેજો બંધ એલાનમાં જોડાયા હતા. વિઠ્ઠલભાઈ રાદડીયા અડીખમ ખેડુત હતા. જયારે રાજકારણની વાત કરવામાં આવે તો સાંસદ તરીકે પણ વિઠ્ઠલ રાદડીયા રહી ચુક્યા છે. અને રાજકારણમાં પણ સારી છાપ ધરાવનાર વિઠ્ઠલ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થતાં પટેલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજે કેશોદ શહેર વિઠ્ઠલ રાદડીયાની યાદમાં સદંતર બંધ જોવા મળ્યું છે.