કેશોદ તાલુકાના ખમીદાણા ઈસરા ગામની વચ્ચે આવેલા રાજુભાઈ બારીયાના ખેતરના સેઢા ઉપર કોઈ સ્પેર પાર્ટ કાઢીને બાઈકની ચેસિસ ફેંકી જતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ બાબતે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાઈક હોન્ડા કંપનીનું હોવાનુ જાણવા મળી રહ્યું છે.
કેશોદમાં બિનવારસી બાઇકની ચેસિસ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી - scrab
જૂનાગઢઃ જિલ્લાના કેશોદના ખમીદાણા ઈસરા ગામ વચ્ચે બિનવારસી બાઈકની ચેસિસ કોઇ ફેકી ગયું હતું. બાઈકના સ્પેર પાર્ટ કાઢીને ચેસિસ સાથે ફેંકી જવાતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામા આવી છે.
keshod
પ્રાપ્ત વિગત મુજબ બાઈકમાંથી ટાયર વ્હીલ, નંબર પ્લેટ સહીતની એસેસરીઝ કાઢી ખાલી ચેસિસ ફેંકી જતા રાહદારીઓને આશ્ચર્ય થયું હતું કે, આ અહિં કેમ ફેંકવામાં આવ્યુ હશે? કયા કારણોસર ફેકવામાં આવ્યું હશે? જેવા અનેક રહસ્ય અકબંધ છે. જોકે નંબર પ્લેટ ન હોવાથી બાઈકના ચેસિસ નંબર અને એન્જીન નંબર પરથી પોલીસ તપાસ પુર્ણ થયા બાદ જાણવા મળશે કે, બાઈક માલિક કોણ છે? આવી આશ્ચર્યજનક ઘટનાનું રહસ્ય શું છે?
Last Updated : Jul 2, 2019, 10:27 AM IST