જૂનાગઢ: વર્ષો પછી જિલ્લાના કેશોદ એરપોર્ટ પર વિમાની સેવાનો પ્રારંભ થયો છે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની(Jyotiraditya Scindia) હાજરીમાં કેશોદ મુંબઈ વચ્ચે ઉડાન સેવાનો પ્રારંભથયો છે. વર્ષો સુધી બંધ રહેલું કેશોદ એરપોર્ટ આજે ફરી( junagadh kesbod mumbai air service )એક વખત ઉડાન યોજના અંતર્ગતવિમાની સેવા થી ધમધમતું થયું છે. વિમાન સેવામાં જનાર યાત્રિકોને પણ ખૂબ ઉત્સાહ દર્શાવ્યો અને કેશોદ થી મુંબઈ તરફ જનાર પ્રથમ યાત્રાની તમામ ટિકિટ બુકિંગ પૂર્ણ થયું છે. આજે બપોરે 3:00 કલાકે કેશોદ મુંબઈ વચ્ચેની(Keshod Airport to Mumbai) વિમાની સેવા કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીની હાજરીમાં વિમાન સેવા પૂર્વવત બની છે.
એક અઠવાડિયામાં ત્રણ વખત કેશોદ થી મુંબઈ તરફ વિમાન ભરશે ઉડાન -ઉડાન યોજના અંતર્ગત શરૂ થયેલી વિમાન(Keshod airport opening ) સેવા એક અઠવાડિયાના ત્રણ દિવસ માટે કેશોદ થી મુંબઈ તરફ ઉડાન ભરશે (udan yojana gujarat 2022)તેવી જ રીતે એક અઠવાડિયાના ત્રણ દિવસ મુંબઈ થી કેશોદ તરફ પણ ઉડાન ભરશે વર્ષો સુધી બંધ રહેલું કેશોદ વિમાન મથક આજે ફરી પૂર્વવત બન્યુ છે. ત્યારે વિમાની સેવા સાથે કેશોદ જોડાતા સૌરાષ્ટ્રની પર્યટન સર્કિટ છે તેમાં પણ વધારો થવાની શક્યતા વર્તાઈ રહી છે. કેશોદ થી સોમનાથ અને દીવ આ તરફ પર્યટન સ્થળ સાસણ અને ધાર્મિક સ્થળ જૂનાગઢ પણ નજીક છે આવા સંજોગોમાં ઉડાન સેવા અંતર્ગત વિમાન માર્ગે જોડાયેલું કેશોદ હવાઈ મથક પર્યટન કોરિડોર માટે પણ ખૂબ સારો સંકેત માનવામાં આવે છે. જેનું આજે ઉદ્ઘાટન ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.