કેશોદ:જો તમે સ્વાદનો ચસ્કો ધરાવો છો અને નિયમિત પણે બહાર રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે જઈ રહ્યા છો તો વાયરલ વીડિયો તમારી આંખો ખોલી શકે છે. કેશોદ નજીક એક રેસ્ટોરન્ટની પ્લેટમાં મરેલો કાન ખજુરો જોવા મળ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભોજન લેનાર વ્યક્તિએ રેસ્ટોરન્ટના સંચાલક સામે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી પરંતુ આ વિડીયો સ્વાદના શોખીનો માટે લાલબત્તી સમાન સાબિત થઈ શકે છે. આ વીડિયો અને રેસ્ટોરન્ટને લઈને ETV ભારત તેમનું અનુમોદન આપતું નથી.
સ્વાદના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો:સ્વાદના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો જુનાગઢ જિલ્લાના કેશોદમાંથી સામે આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં એક ગ્રાહક ખાવાની પ્લેટમાં કાન ખજુરો જોવા મળે છે તેની સાથે રેસ્ટોરન્ટના સંચાલક સામે ફરિયાદ કરતા જોવા મળે છે જેમાં રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવેલા ભોજનની પ્લેટમાં કાન ખજુરો જોવા મળે છે. જેની ફરિયાદ ભોજન લેનાર વ્યક્તિ રેસ્ટોરન્ટના કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રેસ્ટોરન્ટ અને ભોજનની પ્લેટમાં જોવા મળતા કાન ખજૂરા સાથે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે સ્વાદના શોખીનો માટે મુશ્કેલી ન સર્જે તેના માટે સમાચાર રૂપે પ્રસ્તુત કરી રહ્યું છે પરંતુ ETV ભારત રેસ્ટોરન્ટ અને તેમા મળતા ભોજનને લઈને તેમનું કોઈ અનુમોદન આપતું નથી.