ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ ગૂગલમાં ડંકો વગાડયો - Womens Power

વેરાવળના ડેપ્યૂટી કલેક્ટર સરયૂબા ઝણકારની આજે મહિલા દિવસ નિમિત્તે વિશેષ વાત કરીએ. ચોરવાડ ગામે પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ સુધી શાળામાં હંમેશા અવ્વલ નંબરે પાસ થનારાં સરયૂબા બાસ્કેટ બોલના રાષ્ટ્રીય ખેલાડી છે તેમજ કરાટેમાં તેઓ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેઓ ચેસની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઝળહળતો દેખાવ કરેલો છે.તેમણે ગૂગલમાં પણ અઢી વર્ષ કામ કર્યું હતું.

મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ ગૂગલમાં ડંકો વગાડયો
મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ ગૂગલમાં ડંકો વગાડયો

By

Published : Mar 8, 2021, 6:52 PM IST

  • વિશ્વ મહિલા દિન પ્રેરક પ્રતિભા એટલે વેરાવળ ડેપ્યૂટી કલેક્ટર
  • આવડત આત્મવિશ્વાસ અને અખૂટ પરિશ્રમથી સાર્થક કર્યુ છે
  • બાસ્કેટ બોલના રાષ્ટ્રીય ખેલાડી છે અને કરાટેમાં પણ મેડલ મેળવ્યો છે



    ગીર સોમનાથ- સરયૂબાના પરિવારની વાત કરીએ તો પિતા હરિસિંહ ઝણકાટ પોલીસ ફોજદાર હતાં. જેથી તેમને મળતી સલામીઓ અને અરજદારોની ફરિયાદ નિવારવા જોમ જુસ્સા બાળપણથી જોયાં હતાં. ત્યારથી જ આંખમાં સ્વપ્નનું આંજ્યું હતું કે જીવનમાં માત્ર સામાન્ય મહિલા જ નહીં પરંતુ કંઇક બનવુ જ જોઇએ. તેવી જીદ સાથેનો કઠોર પરિશ્રમ કરવા સાથે કોમ્પ્યુટર એન્જીનિયરિંગ પાસ કર્યુ. યુપીએસસી અભ્યાસ કર્યો અને અમેરિકામાં અઢી વર્ષ ગૂગલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરી ભારતનો ડંકો વગાડયો હતો.

    આ પણ વાંચોઃ નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ
  • અનેક પ્રકારની કામગીરીઓમાં પણ રહ્યાં અવ્વલ

સરયૂબા 2011-18 સુધી જમ્મુ કશ્મીરમાં 7 વર્ષથી પણ વધુ સમય કાશ્મીરી યુવતીઓને વિનામૂલ્યે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી કોમ્પ્યુટર શીખાવાડ્યું હતું. પતિ મિલિટરી અધિકારી હોવાથી મિલિટરી વસાહતમાં સ્ટાફ બાળકોને ગણિત, સાયન્સ વિષયો શીખવ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરમાં પ્રચંડ પૂર હોનારત વખતે રેસ્ક્યૂ ઝૂંબેશમાં જોડાયાં હતાં.સરયુબાના પતિને યુનોએ કોંગોમાં ખાસ ફરજ પર મૂક્યાં હતાં. તેવામાં રેડીયો પર સમાચાર આવ્યાં કે કોંગોમાં ભારતીય લશ્કરના બે અધિકારીઓ ગુમ થયા છે. આ સાંભળી ચિંતાતુર બન્યાં જો કે, છ કલાક બાદ ખબર પણ આવ્યાં કે તેઓ સલામત છે. બસ આ જ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ તેમ કહેતાં સરયૂબાએ વધુમાં જણાવ્યું કે, મારે કંઈક કરવું જ જોઈએ, બેટર લાઈફ માટે કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ જવા સંકલ્પ કર્યો અને 2018માં રાજકોટ ગ્રામ્યમાં પ્રોબેશનલ ડે. કલેકટર તરીકે નિમણુક થઈ. જ્યાં રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન નીચે કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ ચાલુ કરાવી. રાજકોટમાં ભારે વરસાદ વખતે મધરાતે વરસાદના પૂરમાં ગુમ થયેલા નાગરિકને શોધવા કાદવકીચડ ખૂંદીને વ્યાપક તલાશી કરી અને તે વખતે પોલીસ અને મહેસૂલ સહિતનો તમામ સ્ટાફ મહિલાઓ જ હતી.

આ પણ વાંચોઃ આ છે ગૃહિણી, બિઝનેસવુમન અને સાથી સેવા ગ્રુપના ફાઉન્ડર જલ્પા પટેલ

સરયૂબા ઝણકાર કહે છે દીકરા કે દીકરીમાં કોઈ જ ફરક નથી. હાલ પણ દર વર્ષે હું બે દીકરીઓને અભ્યાસ માટે મદદ કરી મારી જાતને ધન્ય સમજું છું. આ માટે હું વિશેષ મારા પતિનો ધન્યવાદ માનીશ કે જેઓ મને આવી પ્રવૃત્તિ માટે હંમેશા પ્રેરકબળ પૂરું પડતાં રહ્યાં છે.

આ પણ વાંચોઃ રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી

  • પિતા પણ દીકરીની સફળતાથી ખુશ

    મહિલા શક્તિની વિશેષ પ્રતિભા ધરાવતા સરયૂબાના પિતા હરિસિંહ ઝણકાર પણ આજે દીકરીના અથાગ પરિશ્રમ અને મહેનતની વાત વાગોળતાં જણાવે છે કે, સરયુ અભ્યાસકાળથી જ અતિ સંવેદનશીલ અને રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાની ભાવના ધરાવતી અને તેને કોઈની મદદ કરવી ખૂબ જ ગમતી. આજે ડેપ્યૂટી કલેક્ટર તરીકે રાજ્ય સેવક પદે ફરજ બજાવી રહી છે અને સાથે સાથે તેના લોક સેવાના સ્વપનો સાકાર કરી રહી છે. તેની વિશેષ ખુશી છે.

ABOUT THE AUTHOR

...view details