- સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે અપાયું આવેદનપત્ર
- કામદાર એકતા યુનિયન દ્વારા સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવાનો પણ વ્યક્ત કર્યો વિરોધ
- કામદાર એકતા યુનિયને સતત વધતી મોંઘવારી અને સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવાનો કર્યો વિરોધ
જૂનાગઢ : સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ વધારાના વિરોધમાં કામદાર એકતા યુનિયન દ્વારા સોમવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં માગ કરવામાં આવી છે કે, પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કાબૂમાં લેવામાં આવે તેમજ દેશની ગરીબ જનતાને મોંઘવારીના કાળચક્રમાંથી કેન્દ્ર સરકાર બહાર કાઢે તેવી માગ કરવામાં આવી છે. આ આવેદન પત્ર જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ
સરકારી સંસ્થાનો ખાનગીકરણનો વિરોધ કરતું કામદાર એકતા યુનિયન
ગત કેટલાક વર્ષોથી દેશની સરકારી સંસ્થાઓનું સતત ખાનગીકરણ થઇ રહ્યું છે. સરકારી સંસ્થાઓનું સંચાલન કેન્દ્ર સરકાર ખાનગી હાથોમાં આપી રહી છે, જેને કારણે આવી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ તાકીદે રોકે તેવી પણ માગ આવેદનમાં કરવામાં આવી છે.