જુનાગઢ જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાનીને મળશે જામીન કે જેલ જૂનાગઢ: રામ નવમીના દિવસે ઉનામાં ઉશ્કેરણી જનક ભાષણ કરવાના કેસમાં જુનાગઢ જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાનીના જામીનને લઈને આજે ઉના સેશન્સ કોર્ટમાં અંતિમ ચુકાદો આવશે. બે દિવસ પૂર્વે કાજલ હિન્દુસ્તાનીને જામીનને લઈને કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય થઈ શકે છે.
કાજલને મળશે બેલ કે જેલ:તારીખ 30 મી માર્ચ અને રામનવમીના દિવસે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ધર્મસભામાં કાજલ હિન્દુસ્તાની દ્વારા ચોક્કસ સમાજ પ્રત્યે ઉશ્કેરણી થાય તે પ્રકારનું આપત્તિ જનક અને ઉગ્ર ભાષણ આપ્યું હતું. જેના વિરુદ્ધમાં કોમી વૈમનસ્ય ફેલાઈ તે પ્રકારના ગુના સબબ ઉના પોલીસ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી ને તેની વિરુદ્ધ કાયદાકી કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે ગત 9મી માર્ચના દિવસે ઉના પોલીસ મથકમાં સામેથી હાજર થયેલી કાજલ હિન્દુસ્તાનીને ઉના કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ તેમના વકીલોએ જામીન અરજી કરી હતી. પરંતુ તેના પર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો હતો.
કોણ છે કાજલ હિન્દુસ્તાની:એક માહિતી અનૂસાર કાજલ હિન્દુસ્તાનીનું અસલી નામ કાજલ સિંગલા છે. પરંતુ તેઓ તેમના નામ બાદ હિન્દુસ્તાની રાખે છે. તેઓ જામનગરના મુળ રહેવાસી છે. કાજલ હિન્દુસ્તાની અવારનવાર હિન્દુ સંગઠનોના કાર્યક્રમોમાં જોવા મળતા હોય છે. મુખ્ય તેઓ સોશિયલ મીડિયામાં તે ધર્માંતરણ અને હિંદુત્વના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળે છે. તેઓ પોતાની વાત સોશિયલ મીડિયા પર રજૂ કરતા હોય છે. તેમના ટ્વિટર પર લગભગ 95 હજાર ફોલોઅર્સ છે. તેઓ સંશોધન વિશ્લેષક અને સામાજિક કાર્યકર પણ છે.
આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
અંતિમ ચુકાદો:ગત 9મી એપ્રિલ અને રવિવારના દિવસે કાજલ હિન્દુસ્તાનીને ઉના સેશન્સ કોર્ટમાં રજૂ કરાઈ હતી. ત્યારે ઉના કોટે તેને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી આપવાનો નિર્ણય કરાયો હતો. કાજલ હિન્દુસ્તાનીને લઈને ગીર સોમનાથ પોલીસ જુનાગઢ જેલ ખાતે આવી હતી. ત્યારથી કાજલ હિન્દુસ્તાની જુનાગઢ જેલમાં બંધ છે. 11 એપ્રિલના દિવસે આરોપી કાજલ હિન્દુસ્તાનીના વકીલોએ ઉના સેશન્સ કોર્ટમાં જામીન માટે વિધિવત અરજી દાખલ કરી હતી. જેના પર સાંજ સુધી વકીલ અને કોર્ટ વચ્ચે જામીન આપવાને લઈને દલીલો ચાલી હતી. પરંતુ ઉના કોર્ટે જામીન આપવાને લઈને ચુકાદો આજના દિવસ પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આજે સવારે ફરી એક વખત ચુકાદાને લઈને ઉના કોર્ટ તેનો અંતિમ ફેસલો જાહેર કરી શકે છે.
આ પણ વાંચો Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ
કાજલ હિન્દુસ્તાનીને જામીન:લઘુમતી સમાજ અને સરકારી વકીલ કરે છે. જામીનનો વિરોધઉના કોર્ટમાં લઘુમતી સમાજ દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કાજલ હિન્દુસ્તાની નો ભૂતકાળ જોતા તે આજ પ્રકારના કોમી વૈમનસ્ય ફેલાવવાને લઈને ભાષણો કરી ચૂકી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તેને જામીન આપીને ફરી એક વખત આ પ્રકારના ભાષણો કરવાની છૂટ ન આપવી જોઈએ તેવી અરજી લઘુમતી સમાજે ઉના કોર્ટમાં રજૂ કરી છે. તો બીજી તરફ સમગ્ર કેસ માં સરકારી વકીલે પણ કાજલ હિન્દુસ્તાનીના જામીન ને લઈને પહેલા દિવસે જ વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે કાજલ હિન્દુસ્તાનીને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવાનો નિર્ણય ઉના કોર્ટે કર્યો છે. ત્યારે આજે ફરી એક વખત સમગ્ર મામલામાં ઉના કોર્ટ કાજલ હિન્દુસ્તાનીને જામીન આપવા કે નહીં તેને લઈને કોઈ અંતિમ ચુકાદો જાહેર કરશે.