જૂનાગઢ:ઉનામાં ભડકાઉ ભાષણના આરોપમાં કાજલ હિન્દુસ્તાનીને ઉના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. કાજલ હિંદુસ્તાનીએ ચોક્કસ ધર્મ અને સંપ્રદાય પ્રત્યે ઉશ્કેરણીજનક અને નીંદનીય કહી શકાય તે પ્રકારનું ભાષણ કર્યું હતું. જેના વિરોધમાં ઉના શહેરમાં ભારે તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું. જે મામલે કોર્ટે આજે શરતી જામીન મંજૂર કર્યા છે.
કોર્ટમાં શું થયું:કાજલના વકીલો દ્વારા ઉના કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. લઘુમતી સમાજ અને સરકારી વકીલે પણ અરજી દાખલ કરીને કાજલ હિન્દુસ્તાનીને જામી ન મળે તે માટે દલીલો કરી હતી. જેને લઈને 11 તારીખે થયેલી સુનાવણીમાં જામીન અરજી પર ચુકાદો આજના દિવસ સુધી અનામત રાખવામાં આવ્યો હતો. ઉના કોટે ફરિયાદી અને આરોપી પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ અંતે કાજલ હિન્દુસ્તાની પર ભારતીય દંડ સંહિતાની જે ધારાઓ લગાવવામાં આવી છે તે મુજબ ફરિયાદી પક્ષની દલીલોને નામંજૂર કરી હતી.
શરતી જામીન મંજૂર: શરતોને આધીન કાજલ હિન્દુસ્તાનીને આજે જામીન પર મુક્ત કરવાનો આદેશ ઉના સેશન્સ કોર્ટે કર્યો છે. ઉના સેશન્સ કોર્ટે આજે ઉના સેશન્સ કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને 50,000 રૂપિયાના જામીનની સાથે કેટલીક શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે વધુ કેટલીક શરતો પણ રાખી છે. જેમાં કોઈ પણ પરિસ્થિતિમાં દેશ છોડવો નહીં, તેનો પાસપોર્ટ જમા કરાવવો કોર્ટ દ્વારા જે તારીખો આપવામાં આવે છે તેમાં ચોક્કસ હાજર રહેવું. કોર્ટની તારીખ સિવાય ગીર સોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં તેમજ દર મહિનાની 1લી અને 16 તારીખે નજીકના પોલીસ મથકમાં હાજરી પુરાવવી.
મને ન્યાયતંત્ર પર પહેલેથી વિશ્વાસ જ હતો. મેં ક્યારેય ખોટું કામ નથી કર્યું કે નથી ક્યારેય સંવિધાન વિરુદ્ધ ગઈ. કોર્ટ સામે ચાલીને હું હાજર થઈ અને મને ન્યાય મળ્યો. અમારો ધર્મ છે કે આપણા ધર્મની રક્ષા કરીએ. આગળ પણ મારા સામાજિક કાર્યો ચાલુ જ રહેશે. - કાજલ હિન્દુસ્તાની, સામાજિક કાર્યકર