ગુજરાત

gujarat

ETV Bharat / state

Kajal Hindustani Arrested: ભડકાઉ ભાષણના આરોપમાં કાજલ હિન્દુસ્તાની જેલ હવાલે - કાજલ હિન્દુસ્તાની જુનાગઢ જેલ હવાલે

રામનવમીના તહેવારે ગીર સોમનાથના ઉના ખાતે કાજલ હિન્દુસ્તાની દ્વારા કોમી વૈમનષ્ય ફેલાય તે પ્રકારનું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ ઉના શહેરમાં ચોક્કસ કોમના બે જૂથો અથડામણ થઈ હતી. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધતા આજે ઉના પોલીસ મથકમાં હાજર થયેલ કાજલ હિન્દુસ્તાનીને જુનાગઢ જેલ હવાલે મોકલાયા છે.

ચોક્કસ કોમના બે જૂથો વચ્ચે ચોક્કસ કોમના બે જૂથો વચ્ચે

By

Published : Apr 9, 2023, 8:20 PM IST

રામનવમીના તહેવારે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ભડકાઉ ભાષણના આરોપ

જુનાગઢ:રામનવમીના તહેવારે ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાનીને જેલના હવાલે મોકલવામાં આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીની રવિવારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં રામ નવમી પર ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

બે જૂથો વચ્ચે અથડામણ: 30 માર્ચ અને રામ નવમીના દિવસે ઉનામાં આયોજિત ધર્મ સભામાં હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની દ્વારા ચોક્કસ સમાજને ધ્યાને રાખીને ખૂબ જ આકરૂ અને કોમી વૈમનષ્ય ફેલાય તે પ્રકારનું ભાષણ આપ્યું હતું. જેના વિરોધમાં સમગ્ર ઉના શહેરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રામ નવમી બાદ ઉના શહેરના વાતાવરણમાં અચાનક તંગદીલી જોવા મળી હતી. બે ત્રણ દિવસ સુધી ચોક્કસ કોમના બે જૂથો વચ્ચે નાની મોટી અથડામણોના સમાચારો પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો:UNA Crime: ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ, ધરપકડના એંધાણ

હિન્દુસ્તાની વિરુદ્ધ FIR: ભડકાઉ ભાષણ કર્યાના બે દિવસ બાદ 2 એપ્રિલે હિન્દુસ્તાની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ઉના પોલીસ દ્વારા કોમી વૈમનષ્ય ફેલાય તેવું ભાષણ આપવા બદલ પોલીસ ફરિયાદી બનીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ઉના પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આજે કાજલ સામેથી ઉના પોલીસમાં હાજર થતા પોલીસે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા કાજલને જુનાગઢ જેલ હવાલે મોકલવાનો હુકમ કર્યો છે.

કાજલ હિન્દુસ્તાનીને જુનાગઢ જેલ હવાલે મોકલાયા છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત: ઉના મેજિસ્ટ્રેટે કાજલ હિન્દુસ્તાનીના રિમાન્ડ ઠુકરાવીને તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા ગીર સોમનાથ પોલીસ દ્વારા તેને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જુનાગઢ જેલ ખાતે મોકલવામાં આવી હતી. અહીં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસના જવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીને જુનાગઢ જેલ ખાતે લવાતા તેને જેલમાં મોકલી આપવામાં આવી છે.

આ પણ વાંચો :Gir Somnath News : લઘુમતી સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ આપશે તો પોલીસ કાર્યવાહી કરશે

80 કરતાં વધુ લોકોની અટકાયત: કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ જે રીતે ઉના શહેરનું વાતાવરણ તંગ બન્યું હતું. તેમાં બંને કોમના 80 કરતાં વધુ લોકોની ઉના પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી કેટલાક લોકોને જામીન મળી ગયા છે તો કેટલાક લોકો આજે પણ પોલીસ કસ્ટડીમાં જોવા મળે છે પરંતુ મુખ્ય આરોપી તરીકે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસે ખુદ ફરિયાદી બનીને ફરીયાદ કરતા તેની અટકાયત કરી હતી. જેને મેજિસ્ટ્રેટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details