ગુજરાત

gujarat

ETV Bharat / state

માળીયા હાટીનામાં જમીન વિવાદને લઇને દલીત આગેવાનોનું તંત્ર સામે વિરોધ પ્રદર્શન - સ્થાનિક ગ્રામ પંચાયત

જૂનાગઢ : જિલ્લામાં હજારોની સંખ્યામાં દલીતો જૂનાગઢના વડાળા ગામે અનુસુચિત જાતિના દલીત સમાજના એક પરીવારને જમીન ખાલી કરવા નોટીસ આપી હતી તારીખ 16ને સોમવારના રોજ આ નોટીસનો અમલવારી કરવા માટે તંત્રએ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તંત્ર સામે લડાઇ કરવા અને ગરીબ પરીવારને ન્યાય અપાવવા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દલીત આગેવાન સંગઠનો વડાળા ગામે ઉમટી પડ્યા હતાં.

etv bharat junagadh

By

Published : Sep 18, 2019, 3:53 PM IST

માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે છેલ્લા ચાર દિવસથી પંચાયતી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. વડાળા ગામે અનુસુચિત જાતિના 10 દલીત પરિવારો વસવાટ કરે છે, ત્યારે એક પરીવારના લોકો છેલ્લા 20 વર્ષથી એક જમીન ઉપર ખેતી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે.

માળીયા હાટીનામાં જમીન વિવાદને લઇને દલીત આગેવાનોનું તંત્ર સામે વિરોધ પ્રદર્શન

પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ જમીન તારીખ 16 સપ્ટેમ્બર સુધીમાં ખાલી કરવા માટે આ પરીવારને નોટીસ પાઠવી હતી. પરંતુ 109 પરિવારો શું કરશે ? અને કયાં જાશે ? તેવા અનેક સવાલો થયા હતાં, ત્યારે આજે જમીન ખાલી કરવવાના સમયમાં સૌરાષ્ટ્રભરમાંથી તમામ અનુસુચીત જાતિના દલીત આગેવાનો વડાળા ગામે એકઠા થયા હતાં અને આ જમીન ઉપર વિરોધ કર્યો હતો. જો આગામી દિવસોમા કોઈ પણ જાતની તંત્ર કાર્યવાહી કરશે તો તેના વિરૂદ્ધમાં સમાજે ઉગ્ર ચિમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details