ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Clerk Exam 2023: જૂનાગઢમાં પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા

આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે. સમગ્ર રાજ્યમાં નવ લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેને લઈને ભવનાથમાં અન્ય જિલ્લામાંથી આવેલા પરીક્ષાથીઓ માટે રહેવા અને જમવાની વિનામૂલ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

પરીક્ષાાર્થીઓની સાથે તેમના વાલીઓને વિનામૂલ્યે રહેવાની જમવાની વ્યવસ્થા
પરીક્ષાાર્થીઓની સાથે તેમના વાલીઓને વિનામૂલ્યે રહેવાની જમવાની વ્યવસ્થા

By

Published : Apr 8, 2023, 9:48 PM IST

અન્ય જિલ્લામાંથી આવેલા પરીક્ષાથીઓ માટે રહેવા અને જમવાની વિનામૂલ્ય વ્યવસ્થા

જૂનાગઢ:આવતી કાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 9 લાખ કરતા વધુ પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે. તમામ પ્રકારની ગેરરીતિઓને અટકાવી શકાય તે માટે પરીક્ષાથીઓના જિલ્લા બદલીને અન્ય જિલ્લામાં તેમને પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આપ્યું છે.

ધર્મશાળા તેમજ મંદિરો દ્વારા સુવિધા: જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જેને ફરીથી આવતીકાલે લેવામાં આવશે. ત્યારે જૂનાગઢ શહેરમાં ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે. જેની રહેવાની જમવાની અને સવારના નાસ્તાની વિનામૂલ્યની સેવાઓ વિવિધ જ્ઞાતિ સંસ્થા અને ધર્મશાળા તેમજ મંદિરો દ્વારા કરવામાં આવી રહી છે. ભવનાથમાં આવેલા તળપદા કોળી જ્ઞાતિની જગ્યામાં પણ પરીક્ષાાર્થીઓની સાથે તેમના વાલીઓને વિનામૂલ્યે રહેવાની જમવાની વ્યવસ્થા પૂરી પડાઈ છે.

ધર્મશાળા તેમજ મંદિરો દ્વારા સુવિધા

આ પણ વાંચો:Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષા તંત્ર માટે પરીક્ષાની ઘડી, તંત્રએ ગોઠવી ફુલપ્રુફ વ્યવસ્થા

પરીક્ષાર્થીઓ માટે આયોજન: પાછલા કેટલાક સમયથી પરીક્ષાઓ વિવિધ મુદ્દાને લઈને વિવાદાસ્પદ બની છે. ત્યારે પાછલા અનુભવો પરથી પરીક્ષાર્થીઓને રહેવા જમવાની અને પરીક્ષા સ્થળ પર જવા માટે ખૂબ વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. કેટલાક પરીક્ષાર્થીઓને રહેવા માટે રૂમની વ્યવસ્થા પણ ઉપલબ્ધ ન હતી. ત્યારે આ વખતની પરીક્ષામાં તમામ જ્ઞાતિ અને સંસ્થાઓ દ્વારા પરીક્ષાર્થીઓને વિનામુલ્યે રહેવા અને જમવાનુ આયોજન કરાયું છે.

પરીક્ષાાર્થીઓની સાથે તેમના વાલીઓને વિનામૂલ્યે રહેવાની જમવાની વ્યવસ્થા

આ પણ વાંચો:Junior Clerk Exam 2023 : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ભુલા પડો તો કરો રીક્ષા ચાલકને ફોન

સગા વહાલાઓને પણ સુવિધા:ભવનાથમાં આવેલા તળપદા કોળી સમાજમાં પરીક્ષાર્થીઓની સાથે તેમની જોડે આવેલા તેમના પરિવારજનો કે સગા વહાલાઓને પણ રહેવાની અને જમવાની વિના મૂલ્યની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરીક્ષાના આયોજનમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ વખત શરૂ કરાય છે. જે પરીક્ષાર્થીઓ માટે પણ ખૂબ જ લાભકારક સાબિત થઈ રહી છે

ABOUT THE AUTHOR

...view details