જૂનાગઢ:ગઇ કાલે તારીખ 9 એપ્રિલના દિવસે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઇ હતી. પરંતુ ઉમેદવારો કયાંકને ક્યાંક ઉમ્મીદ હારી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. કારણે જૂનાગઢમાં 50% કરતાં વધુ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. આ પરિક્ષા માત્ર ઉમદેવારની નહિં, પરંતુ સાથે તંત્રની પણ કપરી પરીક્ષા હતી. એકથી વધારે વાર પેપર ફૂંટવાના કારણે હવે ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવાનું છોડી દીધું છે. અથવા તો તેમને વિશ્વાસ હતો કે, પેપર ફૂટવાની પરંપરા યથાવત રહેશ. જેના કારણે સમાજના મેણા ફરી ના સાંભળા પડે. તેથી જ આ લોકોને પરીક્ષા ના આપવાનો નિર્ણય જ એમને કદાચ ઉત્તમ લાગ્યો હશે.
પરીક્ષા પદ્ધતિ:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં જુનાગઢ કેન્દ્ર ખાતે નોંધાયેલા કુલ પરીક્ષાાર્થીઓ માંથી 50% કરતાં વધુ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાર્થીઓને ગેરહાજરનો આંકડો ખૂબ મોટો છે. જે પરીક્ષા પદ્ધતિ સામે પણ ક્યાંક સવાલો કરી રહ્યો છે.
આ પણ વાંચો Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ
વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ શહેરના 80 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં જુનાગઢ કેન્દ્ર ખાતે 23,220 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બ્લોક ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે પરીક્ષા શરૂ થતા પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા 10538 નોંધાઈ હતી. તેની સામે પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,682 જેટલી નોંધાવા પામી હતી. હાજર વિદ્યાર્થીઓની ટકાવારી કરીએ તો કુલ નોંધાયેલા પરીક્ષાથી ઓમાંથી 45.38% જેટલા વિદ્યાર્થીઓએ આજે હાજર રહ્યા હતા. તો 54 ટકા કરતાં વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
આ પણ વાંચો Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ
માનસિક સ્થિતિ: કેટલાક સમયથી સરકાર દ્વારા આયોજિત જાહેર પરીક્ષાઓમાં અનેક ગેરરીતી અને અનિયમિતતાઓ સામે આવી છે. જેને કારણે મહેનત કરતા વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ખૂબ બગડી હશે. જેને કારણે આજે 54 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા નથી. ગત વર્ષે પણ જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં 60% કરતાં વધુ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. પરંતુ વર્ગ-3 ની આ પરીક્ષામાં મોટેભાગે પરીક્ષાર્થી પરીક્ષા આપતા હોય છે. પરંતુ આ પરીક્ષામાં 54% કરતાં વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા. આ ચિંતાની સાથે ચિંતનનો વિષય પણ આગામી દિવસોમાં રાજ્યની સરકાર અને પરીક્ષા લેનાર એજન્સીઓ માટે બનવો જોઈએ.