ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં 150 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને શહેરના તમામ માર્ગો ધોવાઈ ગયા છે .માર્ગો ધોવાવાને કારણે હવે જૂનાગઢ શહેર ખખડધજ રોડની સાથે એક નવી પરંતુ ખૂબ જ ગંભીર અને અકળાવનારી સમસ્યામાં જોવા મળી રહ્યું છે. આ જૂનાગઢ શહેરના માર્ગો પરથી ઉડી રહેલી બારીક ધૂળ માર્ગો ધોવાઇ જવાને કારણે રોડ ઉપર વાહન વ્યવહારના સમયે ખૂબ જ બારીક કહી શકાય તે પ્રકારની ધૂળ સમગ્ર જૂનાગઢ શહેરને ઘેરી લીધું હોય તે પ્રકારે ઉડતી જોવા મળી રહી છે .
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની બિસ્માર હાલત - જૂનાગઢ શહેર ખખડધજ રોડ
જૂનાગઢઃ શહેર જાણે કે બારીક ધૂળની ચાદર ઓઢેલું નગર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના રોડ ધોવાઇ ગયા છે. જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં બારીક ધુળનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
જૂનાગઢમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ધૂળનું સામ્રાજ્ય
જાહેરમાર્ગો પર વાહન વ્યવહારના સમયે ઉડી રહેલી ધૂળની સાથે કેટલાક ગંભીર કહી શકાય તે પ્રકારના બેક્ટેરિયા અને વાઇરસ પણ વાતાવરણમાં ફેલાય છે. જેને કારણે લોકોને બીમારી થઈ શકે છે. જૂનાગઢ શહેરમાં ઉડી રહેલી ધૂળ પશુ-પક્ષી સહિત સૌને નુકસાનકારક છે.